હવે એ.ટી.એમ.માંથી યુ.પી.આઈ.દ્વારા રોકડ રકમ પણ ઉપાડી શકાશે

એટીએમમાંથી રોકડ કાઢવા માટે હવે ડેબિટ કાર્ડ સાથે રાખવું જરૂરી નથી. હકીકતમાં, ઘણી બેન્કોએ પોતાનાં એટીએમમાં યુપીઆઈ આધારિત રોકડ ઉપાડવાની સુવિધા શરૂ કરી દીધી છે. તેના હેઠળ એટીએમ મશીન પર એક ક્યુઆર કોડ દેખાય છે, જેને ફોનમાં રહેલાં યુપીઆઈ એપથી સ્કેન કરીને રકમ ઉપાડી શકાય છે. આ પ્રક્રિયા ખૂબ સરળ અને સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે તેમાં કોઈ કાર્ડનો ઉપયોગ કરવો પડતો નથી.

આ પહેલ શું છે
યુપીઆઈ દ્વારા એટીએમમાંથી રોકડ ઉપાડવાની સુવિધા નવી ડિજિટલ બેન્કિંગ વ્યવસ્થા છે. તેમાં યુઝર્સ એટીએમ મશીન પર યુપીઆઈ રોકડ ઉપાડવાનો વિકલ્પ પસંદ કરે છે. તેનો સૌથી મોટો લાભ એ છે કે લોકોને હંમેશા પોતાની સાથે એટીએમ કાર્ડ રાખવાની જરૂર રહેતી નથી. જો કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય, તો પણ પૈસા ઉપાડવામાં કોઈ મુશ્કેલી થતી નથી. સાથે સાથે આ રીત છેતરપિંડીથી પણ ઘણી હદ સુધી સુરક્ષા આપે છે.

રકમ ઉપાડવાની પ્રક્રિયા

  1. સૌથી પહેલાં તેવા એટીએમ પર જાઓ જ્યાં યુપીઆઈ રોકડ ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ હોય.
  2. એટીએમ મશીનની સ્ક્રીન પર દેખાતાં યુપીઆઈ રોકડ ઉપાડવાના વિકલ્પને પસંદ કરો.
  3. જેટલી રકમ ઉપાડવી હોય તે દાખલ કરો.
  4. એટીએમ સ્ક્રીન પર ક્યુઆર કોડ દેખાશે, જેને ફોનનાં યુપીઆઈ એપથી સ્કેન કરો. પછી યુપીઆઈ પિન દાખલ કરીને લેવડદેવડની પુષ્ટિ કરો. પ્રક્રિયા પૂર્ણ થતાં જ પૈસા મળી જશે.

આ બાબતોનું ધ્યાન રાખો
એટીએમમાં યુપીઆઈ રોકડ ઉપાડવાની સુવિધા હોવી જોઈએ.યુઝર્સના ફોનમાં સક્રિય યુપીઆઈ એપ હોવી જોઈએ.
સામાન્ય રીતે એક વખતમાં પાંચ હજારથી દસ હજાર રૂપિયા સુધી ઉપાડી શકાય છે.

error: Content is protected !!