HomeAllહવે ગુજરાતમાં બનશે 100 સીટર મુસાફર વિમાન

હવે ગુજરાતમાં બનશે 100 સીટર મુસાફર વિમાન

ધોલેરા ખાતે અદાણી ગ્રુપની કંપની અને વૈશ્વિક જાયન્ટ એમ્બ્રેસના કરાર મુજબ ધોલેરામાં ઉત્પાદન ક્ષમતા સ્થાપવા જાહેરાત કરશે

ગુજરાતમાં ધોલેરા-સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજયોન હવે દેશની ઉંચી ઉડાનનું મથક બનવા જઈ રહ્યું છે. તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓની સજજ અને શ્રેષ્ઠ કનેકટીવીટી ધરાવતા આ મેગા ઈન્વેસ્ટમેન્ટ રીજયોનમાં ખાસ કરીને એવીએશન ઈન્ડસ્ટ્રી માટે એક હબ બની શકે છે.

અહી આંતરરાષ્ટ્રીય સ્તરનું હવાઈ મથક નિર્માણ કરાયુ છે. પાઈલોટ ટ્રેનીંગ સ્કુલ પણ ઉભી થઈ છે. એરક્રાફટ, રીપેર અને મેઈન્ટેનન્સની સુવિધાઓ વધી રહી છે અને ગ્રીનફીલ્ડ સામે સ્માર્ટ અર્બન ટાઉનશીપ રેલવે કનેકટીવીટી અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા છે અને હવે અહી મુસાફર વિમાન નિર્માણ માટે પણ ખાસ તૈયારી છે.

કેન્દ્ર અને ગુજરાત સરકાર તેમાં સંયુક્ત રીતે કામ કરી રહી છે અને હવે અહી ગુજરાતના જ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી ડીફેન્સ એન્ડ એરોસ્પેસ તથા વૈશ્વિક કંપની એમ્બ્રેસ વચ્ચે કરાર થયા છે. એમ્બ્રેસ એ દેશના સંરક્ષણ ક્ષેત્રને સુવિધાઓ પુરા પાડે છે.

બ્રાઝીલની આ કંપની 150 લીટર સુધીના નાગરિક ઉડાન વિમાનો પણ તૈયાર કરે છે અને હવે ભારતમાં `ઉડાન’ યોજના હેઠળ રીજયોનલ કનેકટીવીટી વધારવા માટે ભારતના અદાણી ગ્રુપ સાથે હાથ મિલાવ્યા છે અને હવે તેઓએ આ માટે ધોલેરાને પસંદ કર્યુ છે.

આ માટેની પ્રાથમીક તૈયારીઓ થઈ ગઈ છે. ટુંક સમયમાં ગુજરાત સરકાર, અદાણી ગ્રુપ અને એમ્બેસ તેની સંયુક્ત જાહેરાત કરશે. ગુજરાત માટે આ મહત્વનું છે. અગાઉ વડોદરામાં એરોસ્પેસ એકઝેલન્ટ સેન્ટર ચાલુ કર્યુ છે.

જે ખાસ કરીને એવીએશન રીસર્ચમાં કેન્દ્રીત થશે અને આ ક્ષેત્રને મહત્વ આપશે તો ધોલરા વિમાની મેઈન્ટેનન્સ રિપેર વિ. સુવિધાથી હાલ દેશની એરલાઈન્સને આ પ્રકારની કામગીરી માટે વિદેશમાં સેવા લેવી પડે છે તે તબકકાવાર દેશમાં જ ઉપલબ્ધ થઈ જશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!