HomeAllહવે કાયદાકીય માર્ગદર્શન પણ મળશે વોટ્સએપમાં, મફત !

હવે કાયદાકીય માર્ગદર્શન પણ મળશે વોટ્સએપમાં, મફત !

નવા વર્ષની શરૂઆતથી ભારતનું ન્યાયતંત્ર પણ વોટ્સએપ પર એક્ટિવ થઈ ગયું છે! જાન્યુઆરી ૧, ૨૦૨૬ના દિવસથી ભારત સરકારના કાયદો અને ન્યાય મંત્રાલયે વોટ્સએપ પર ‘ન્યાય સેતુ’ નામે એક લીગલ સર્વિસ લોન્ચ કરી છે. દેશના નાગરિકો આ સર્વિસનો ઉપયોગ કરીને વોટ્સએપ પર જ વિવિધ પ્રકારની કાયદાકીય ગૂંચવણોમાં નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવી શકે છે. આ સર્વિસની મદદથી સિવિલ લો, કોર્પોરેટ લો, ક્રિમિનલ ડિફેન્સ, ફેમિલી ડિસ્પ્યૂટ અને બીજી ઘણી બાબતો માટે વોટ્સએપ પર જ માર્ગદર્શન મેળવી શકાશે.

આમ જુઓ તો વોટ્સએપ પર વિવિધ બેંક તથા અન્ય પ્રકારની સર્વિસિસ ચેટબોટ સાથે કસ્ટમર કમ્યુનિકેશન કરે છે, કંઈક એ જ પ્રકારની આ વ્યવસ્થા છે. કાયદો અને ન્યાય મંત્રાલયે વોટ્સએપ પર નાગરિકોને માર્ગદર્શન આપવા માટે આવી જ ચેટબોટ સર્વિસ લોન્ચ કરી છે. તેનો લાભ લેવા માટે આપણે પોતાના ફોનમાં આ સર્વિસનો 7217711814 નંબર સેવ કરવાનો રહે છે. હાલમાં આ ચેટબોટ સાથે ઇંગ્લિશ અને હિન્દીમાં વાત કરી શકાય છે.

આ સર્વિસ પર આપણે પોતાનો મોબાઇલ નંબર વેરિફાય કર્યા પછી આ એઆઇ ચેટબોટને વિવિધ પ્રકારની કાયદાકીય ગૂંચવણો અંગે સવાલો પૂછી શકીએ છીએ. ચેટબોટ એઆઇ આધારિત હોવાથી તે આપણા પ્રશ્નો સમજીને શક્ય એટલી સરળ ભાષામાં એનો જવાબ આપવાની કોશિશ કરે છે.

ઉદાહરણ તરીકે કોઈ દંપત્તિ છૂટાછેડા લેવાનું વિચાર કરતું હોય તો પતિ કે પત્ની આ ચેટબોટ સાથે વાતચીત કરીને છૂટાછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા, ભરણપોષણ માટેના અધિકારો તથા બાળકો હોય તો તેની કસ્ટડી કોને મળી શકે વગેરે જેવા મૂંઝવતા પ્રશ્નો વિશે કાયદાકીય માર્ગદર્શન મેળવી શકે છે. અલબત્ત, એ પછી આખો મામલો અદાલતમાં લઇ જવા માટે અસલી વકીલની મદદ જરૂરી રહે છે. આ ચેટબોટ માત્ર માર્ગદર્શન કરે છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!