HomeAllહવે તમારા મનમાં રહેલી વાતને `વાંચી' એઆઈ શબ્દોમાં બદલી નાખશે!

હવે તમારા મનમાં રહેલી વાતને `વાંચી’ એઆઈ શબ્દોમાં બદલી નાખશે!

આ શોધનો દુરૂપયોગ થાય તો ઘણી સમસ્યા સર્જાય! : જેઓ બોલી નથી શકતા તેમના માટે આશીર્વાદરૂપ બની શકે આ ટેકનિક

ભારતમાં કેટલાક બાબાઓ માઈન્ડ રીડીંગનો દાવો કરતા હોય છે, જેમાં મોટાભાગે ફ્રોડ કે ટ્રીક જ બહાર આવતી હોય છે પણ જાપાનના વૈજ્ઞાનિકોએ આ કલ્પનાને સાચી ઠેરવી છે.

વૈજ્ઞાનિકોએ એક એવી એઆઈ ટેકનિક વિકસિત કરી છે જે તમારા મગજમાં બનેલી તસવીરને ટેકસ્ટ (વાકય)માં બદલી નાખે છે એટલે કે તમે જે વિચારો છો તેનું શબ્દોમાં વર્ણન કરી આપશે,જો આ શોધ અમલમાં આવે તો ઘણી બધી સમસ્યા પણ પેદા થાય કોઈના મનની વાત કોઈ જાણી જાય! તો જે મૂંગા છે તેમના માટે આ શોધ આશીર્વાદરૂપ નીવડે,

કોઈ ક્રિમીનલ કેસ ઉકેલવામાં પણ મદદરૂપ થાય.જાપાનના વૈજ્ઞાનિક તોમોયાસુ હોરિકોવાએ અન્ય વૈજ્ઞાનિકોની મદદથી માઈન્ડ કેપ્શનીંગ ટેકનિક વિકસિત કરી છે. આ અધ્યયન સાયન્સ એડવાન્સ મેગેજિનમાં છપાયું છે.

અધ્યયન દરમિયાન વૈજ્ઞાનિકોએ લોકોનું મગજ એફએનઆઈઆરઆઈ મશીનથી સ્કેન કરવામાં આવ્યા. આ મશીન મગજની ગતિવિધિને દેખાડે છે તેમાં 22થી 37 વર્ષની વયના પુરૂષો અને મહિલાઓને સામેલ કરાયા હતા.

તેમને વીડીયો કિલપ બતાવતી સમયે તેમના મસ્તિષ્કને સ્કેન કરવામાં આવ્યું, ભાગ લેનારાઓને અવાજ વગરના 2180 વીડિયો બતાવવામાં આવ્યા, જે કેટલીક સેકન્ડ લાંબા હતા, તેમાં વિષય વસ્તુ, ક્રિયાઓ, દ્દશ્ય અલગ અલગ હતા.ત્યાર બાદ એઆઈએ વીડિયોના કેપ્સનને નંબરોમાં8 બદલાયા.

પછી મગજના સ્કેનને એ જ નંબરો સાથે જોડીને જોવામાં આવ્યા, ત્યાર બાદ જેવા આ લોકો મગજમાં વિચારતા રહ્યા અને એઆઈએ તેને વાકયમાં ઉતારી દીધા.મગજમાં વિચારીને તેને વાકયમાં ઉતારવું સરળ નથી પણ આ ટેકનિકે આ અશકયને શકય કરી બતાવ્યું. આ ટેકનિકથી ઘણા લોકોને ફાયદો થશે તેમ સંશોધક તોમોયાસુ હોરિકોવાએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!