
જીએસટી પર નવા સુધારા બાદ ખરીદદારોથી લઈને વેપારીઓ તેની બારીકાઈઓ સમજવા માંગે છે. અહીં તમામ મૂંઝવણો દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ કે નવા નિર્ણય સાથે શું બદલાયું છે.

જો દરમાં ફેરફારની તારીખે સ્ટોક પહેલેથી જ હોય, તો શું નવો દર તેને લાગું પડશે?
સપ્લાય પર જીએસટી લાગે છે. તેથી, નવા દરો સુધારેલા દરોની સૂચનાના દિવસે અથવા તે પછી પૂરા પાડવામાં આવતાં માલ પર લાગું પડશે.

શું પરિવહનમાં માલનું ઇ-વે બિલ રદ કરવું પડશે કે નવા દર લાગું થયા પછી નવું બનાવવું પડશે?
સીજીએસટી નિયમ 2017 મુજબ માલના સપ્લાય કે ટ્રાન્સપોર્ટ પહેલાં ઇ-વે બિલ જનરેટ કરવાનું રહેશે. નવા દરોના અમલ વખતે જે ચીજવસ્તુઓ પરિવહનમાં હતી તેનાં માટે નવું ઇ-વે બિલ રદ કરવાની કે બહાર પાડવાની કોઈ મજબૂરી નથી.

શા માટે અન્ય નોન-આલ્કોહોલિક પીણાં પર 40 ટકા કરનો દર ?
દર તર્કસંગતકરણનો હેતુ એક પ્રકારની વસ્તુ પર દર રાખવાનો છે, જેથી ખોટા વર્ગીકરણનો મુદ્દો ઉભો ન થાય અને કોઈ વિવાદ ન થાય. આ દર નોન આલ્કોહોલિક પીણાં પર પણ લાદવામાં આવ્યો છે.

અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર દૂધ પરનો ટેક્સ નાબૂદ કરાયો, શું પ્લાન્ટ આધારિત દૂધનો પણ તેમાં સમાવેશ થશે?
યુએચટી દૂધને બાદ કરતાં તમામ પ્રકારનાં ડેરી દૂધ પર જીએસટી લાગતો નથી. સોયા મિલ્ક ડ્રિંક્સને છોડીને તમામ પ્લાન્ટ આધારિત મિલ્ક ડ્રિંક્સ પર જીએસટી 18થી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે.

ઈ-કોમર્સ સપ્લાયર્સ માટે શું બદલાયું?
કાઉન્સિલે ઘણાં રાજ્યોમાં બિઝનેસના સ્થળ (પીઓબી)ની દ્રષ્ટિએ નાના સપ્લાયર્સને જે પડકારોનો સામનો કરવો પડે છે તેને ધ્યાનમાં રાખીને જીએસટી રજિસ્ટ્રેશનની સરળ વ્યવસ્થા ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે.

કૃષિક્ષેત્ર પરનો વેરો શા માટે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો ન હતો?
આમ કરવાથી, આ વસ્તુઓના ઉત્પાદકો અને ડીલરો કાચા માલ પર ચૂકવવામાં આવેલાં જીએસટી પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં અને તેઓએ ઇનપુટ્સ પર ચૂકવેલ આઇટીસીને રિવર્સ કરવી પડશે. આનાથી અસરકારક કરમાં વધારો થયો હોત અને ઉત્પાદન ખર્ચમાં વધારો થયો હોત.















