
તમે જાણતા જ હશો કે ઇન્સ્ટાગ્રામ પર હવે આપણું લોકેશન પણ શેર કરી શકાય છે. ઇન્સ્ટાગ્રામમાં ૨૦૨૪થી જ ફ્રેન્ડ્સ સાથે લાઇવ લોકેશન શેરિંગ ફીચર ઉમેરાઈ ગયું હતું, પણ તેમાં ડાઇરેક્ટ મેસેજ દ્વારા, એટલે કે અમુક નિશ્ચિત ફ્રેન્ડ્સ સાથે, મર્યાદિત સમય માટે લોકેશન શેરિંગ થઈ શકતું હતું. હવે ઇન્સ્ટાગ્રામમાં આખેઆખો મેપ ઉમેરાયો છે અને તેમાં સતત, રિઅલ-ટાઇમ લાઇવ લોકેશન શેરિંગ શક્ય બન્યું છે.

એ ફીચર લોન્ચ થયું ત્યારે લોકોમાં જબરું કન્ફ્યુઝન ઊભું થયું હતું અને મોટા ભાગના લોકોએ માની લીધું હતું કે ઇન્સ્ટા પર હવે તેમનું લોકેશન સતત, રિઅલ-ટાઇમ લાઇવ શેર થતું રહે છે અને ઇન્સ્ટાના અન્ય યૂઝર્સ એ ગમે ત્યારે જોઈ શકે છે. હકીકતમાં, કંપનીએ આ બાબતે આપણને કંટ્રોલ આપ્યો છે અને આપણે ઇચ્છીએ તો જ આપણું લોકેશન શેર થાય છે.

આપણે નક્કી કરીએ ફક્ત તે ફ્રેન્ડઝ સાથે પણ લોકેશન શેર કરી શકીએ છીએ. ઉપરાંત ઇચ્છીએ ત્યારે આ શેરિંગ બંધ કરી શકીએ છીએ. ઇન્સ્ટાગ્રામ મેપ પર આપણે પોતાના ફ્રેન્ડઝ અને ફેવરિટ કન્ટેન્ટ ક્રિએટર્સનું કન્ટેન્ટ લોકેશન મુજબ પણ જોઈ શકીએ છીએ.

આપણે નક્કી કરીએ ફક્ત તે ફ્રેન્ડઝ સાથે પણ લોકેશન શેર કરી શકીએ છીએ. ઉપરાંત ઇચ્છીએ ત્યારે આ શેરિંગ બંધ કરી શકીએ છીએ. ઇન્સ્ટાગ્રામ મેપ પર આપણે પોતાના ફ્રેન્ડઝ અને ફેવરિટ કન્ટેન્ટ ક્રિએટર્સનું કન્ટેન્ટ લોકેશન મુજબ પણ જોઈ શકીએ છીએ.

આ ફીચરમાં એક તકલીફ એ હતી કે તમે તમારું લાઇવ લોકેશન શેર કરો કે ન કરો, જો તમે તમારા પબ્લિક ફોટોઝ, વીડિયો અને સ્ટોરીઝમાં જે તે પોસ્ટમાં લોકેશન ટેગ કર્યું હોય, તો એ લોકેશન આ ઇન્સ્ટાગ્રામ મેપમાં જોવા મળે! ે જ કારણે ઇન્સ્ટાગ્રામ મેપમાં લોકોને કન્ફ્યૂઝન થતું હતું. જો તમે ઇન્સ્ટા મેપ ઓપન કરો તો તેમાં એવા લોકો જોવા મળે, જેમણે પોતાનું લાઇવ લોકેશન શેર કર્યું ન હોય! કારણ એ હતું કે મેપમાં જે તે લોકેશનના ટેગિંગ સાથેેની લાસ્ટ રીલ જોવા મળે છે, જે એ યૂઝરનું પોતાનું લાઇવ લોકેશન નથી.

કંપનીએ હવે આ કન્ફ્યૂઝન દૂર કરવાની કોશિશ કહી છે. હવે ઇન્સ્ટા મેપ ઓપન કરતાં, તેમાં સ્પષ્ટ રીતે જોઈ શખાય છે કે આપણું લોકેશન શેર થઈ રહ્યું છે કે નહીં. ઉપરાંત, પોસ્ટના ટેગિંગ પરથી, યૂઝરના પ્રોફાઇલ પિક્ચરને મેપ પર દર્શાવવાને કારણે પણ લોકેશનનું લાઇવ શેરિંગ થતું હોવાનું લાગતું હતું.

આ ગૂંચવણ દૂર કરવા માટે, કોઈ પોસ્ટના લોકેશન ટેગને આધારે એ પોસ્ટ મેપ પર બતાવવામાં આવે ત્યારે એ પોસ્ટ કરનાર યૂઝરનું પ્રોફાઇલ પિક્ચર બતાવવામાં આવશે નહીં.

















