HomeAllInstagramનું નવું ફીચર: હવે 15 મિનિટની અંદર કમેન્ટ એડિટ કરી શકશે યુઝર્સ

Instagramનું નવું ફીચર: હવે 15 મિનિટની અંદર કમેન્ટ એડિટ કરી શકશે યુઝર્સ

Instagramએ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હોય એવા ફીચર્સને લોન્ચ કર્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ પોસ્ટ કર્યા બાદ 15 મિનિટની અંદર પોતાની કમેન્ટને એડિટ કરી શકે છે. આ અપડેટ હાલમાં જ જાહેર કરવામાં આવી છે અને તેના કારણે કમેન્ટ સેક્શનમાં થતી ટાઈપોની ભૂલો ઘટાડવામાં પણ મદદ મળશે એવી આશા છે.

કેવી રીતે ઉપયોગ કરશો? આ ફીચરનો ઉપયોગ કરવા માટે, પોસ્ટ પર કમેન્ટ કર્યા પછી દેખાતા ‘Edit’ વિકલ્પ પર ક્લિક કરવું પડશે. એડિટ કરેલી કોમેન્ટને ગ્રે રંગમાં ‘Edited’ ટૅગ સાથે દર્શાવવામાં આવશે.

આ ફીચરની મર્યાદા અને યુઝર્સની પ્રતિક્રિયા

નવી કમેન્ટ એડિટિંગ સુવિધા સાથે કેટલીક મર્યાદાઓ પણ જોડાયેલી છે. યુઝર્સ માત્ર ટેક્સ્ટ એડિટ કરી શકે છે, કોમેન્ટમાં ઇમેજ એડિટ કરી શકાશે નહીં. ઉપરાંત, અન્ય યુઝર્સને કમેન્ટ એડિટ થઈ છે તે જણાશે, પરંતુ મૂળ કમેન્ટ શું હતી તે તેઓ જોઈ શકશે નહીં. આ અપડેટ Instagram દ્વારા યુઝરના અનુભવને સુધારવા અને લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદોને દૂર કરવાની દિશામાં લેવામાં આવેલ પગલું છે.

Instagramના તાજેતરના અપડેટ્સ અને કાનૂની પડકારો

કમેન્ટ એડિટિંગ ફીચર સાથે Instagramએ ટીન એકાઉન્ટ્સ માટે કેટલાક કન્ટેન્ટ પર પ્રતિબંધની પણ જાહેરાત કરી છે. આ પ્રતિબંધ 13+ ફિલ્મ રેટિંગ આધારિત છે. આ પગલું પ્લેટફોર્મના યુવા યુઝર્સ પર પડતા પ્રભાવ અંગે વધતી ચિંતા વચ્ચે લેવામાં આવ્યું છે. ગયા મહિને Metaને બે મોટા કાનૂની કેસમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક ન્યૂ મેક્સિકોમાં જ્યાં કંપનીને બાળકોને જોખમમાં મૂકવા બદલ જવાબદાર ઠેરવવામાં આવી હતી, અને બીજો લોસ એન્જેલસમાં, જ્યાં જ્યુરીએ નિર્ણય આપ્યો હતો કે Metaએ પોતાની એપ્સ બાળકો અને કિશોરોને આકર્ષિત અને વ્યસનકારક બનાવવા માટે ડિઝાઇન કરી હતી. એની અસર માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક પડે છે. આથી હવે કંપની દ્વારા વધુ સખ્તાઈ રાખવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments