
વર્ષ 2025ની જેમ જ 2026 પણ આઈપીઓ માર્કેટ માટે ધમધમતું રહેશે. જાન્યુઆરીમાં જ, AIથી લઈને રિન્યુએબલ એનર્જી, સંરક્ષણ, ખાણકામ, ફાઇનાન્સ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રો સુધીના લગભગ 8 મોટી કંપનીઓ શેરબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.

રિપોર્ટ અનુસાર, આ આઈપીઓ આ મહિને 25,000 કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરી શકે છે. આઈપીઓની સાથે મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા પણ એટલી જ ઝડપથી વધી રહી છે.

આ મજબૂત ગતિનો લાભ લેવા માટે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પોતાની નવી યોજનાઓ સાથે તૈયાર છે. આ મહિને કોટક, ગ્રો, જિયો, મહિન્દ્રા મનુલાઈફ, બંધન, સેમ્કો વગેરે સંયુક્ત રીતે ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ કેટેગરીમાં 12 એનએફઓ લોન્ચ કરશે.














