આ થેલી પાણીમાં ઓગળી જાય છે, ભુલથી કોઈ જીવ ખાય જાય તો તેને નુકસાન નથી થતું

જાપાને હવે એક એવી કરિયાણા બેગ વિકસાવી છે જે દેખાવમાં અને ઉપયોગ કરવામાં બિલકુલ પ્લાસ્ટીક જેવી મજબૂત છે, પણ ખરેખર તો તે બટેટાના સ્ટાર્ચમાંથી બની છે.

આ બેગની ખાસીયત એ છે કે તે પ્લાસ્ટીકની જેમ કચરાના ઢગલામાં પડી નથી રહેતી. બલકે પાણીના સંપર્કમાં આવતા ઓગળી જાય છે. પારંપરિક પ્લાસ્ટીક બેગ સમુદ્રમાં સદીઓ સુધી તરતી રહે છે, જેને હંમેશા કાચબાઓ અને માછલીઓ ખોરાક સમજીને ગળી જાય છે અને તેમના મોત થાય છે.

આ સામગ્રી એટલી ખાસ છે કે ઠંડા પાણીમાં પણ તૂટી જાય છે- ઓગળી જાય છે. જો કોઈ સમુદ્રી જીવ તેને ભુલથી ખાઈ પણ જાય તો તેના શરીરમાં કોઈ જાતનું નુકસાન કર્યા વિના ભળી જાય છે.

આ બેગ પાણીમાં ભળી ગયા બાદ પાણીમાં ઝેરેલું કેમીકલ કે માઈક્રો પ્લાસ્ટીક નથી છોડતું. આ ઈનોવેશન બતાવે છે કે કેવી રીતે આપણે રોજબરોજની જરૂરિયાતોને પ્રકૃતિને નુકસાન પહોંચાડયા વિના પુરો કરી શકીએ છીએ.
















