HomeAllઝુલતા પુલના પીડિત પરિવારોને ન્યાય આપો: માવઠામાં ‘તાયફા’ બંધ કરો

ઝુલતા પુલના પીડિત પરિવારોને ન્યાય આપો: માવઠામાં ‘તાયફા’ બંધ કરો

મોરબીના સિરામિક ઉદ્યોગને 5.8ના જીએસટી સ્લેબમાં રાખવાની જરૂર: કોંગ્રેસની જનઆક્રોશ સભામાં અવાજ: ખેડૂતો સંકટમાં: ભાજપ સરકાર પર નિશાન

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન સાથે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે ઝૂલતા પુલ દુર્ઘટનાની ત્રીજી વરસી આવી ગઈ છે તો પણ ભોગ બનેલા લોકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યા છે અને બીજી બાજુ આજ સુધી ભાજપના એક પણ કાઉન્સિલર કે નેતા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી .

જેથી લોકોમાં આક્રોશ છે અને વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ હાલ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જજુમી રહ્યો છે ત્યારે આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે જીએસટીનો ઘટાડો કરીને 5 ટકાના સ્લેબમાં સિરામિકને લઈ આવવામાં આવે તેવી ઉદ્યોગકારો વતી તેઓએ સરકાર સમક્ષ સભાના મંચ ઉપરથી માંગ કરી હતી.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પંચાસર ચોકડી પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં ગઇકાલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા અને તેઓની ટીમ દ્વારા કોંગ્રેસ પરિવારના સ્નેહમિલનનું અને જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તથા તુષારભાઈ ચૌધરી સહિતના કોંગ્રેસના આગ્રણીઓ હાજર રહ્યા હતા અને સહુ કોઈએ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું તે ઉપરાંત કમોસમી વરસાદના કારણે ઉભી થયેલ પરિસ્થિતિ વચ્ચે સરકારના મંત્રીઓ જે તાયફાઓ કર્યા છે તેને ધ્યાને રાખીને ભાજપને આડેહાથ લેવામાં આવી હતી.

પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ તા 30/10/2025 ના રોજ મોરબી સહિત ગુજરાત નહીં પરંતુ દેશને હચમચાવી નાખનાર ઝુલતા પુલ દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે ત્રણ વર્ષ પછી પણ આજે ભોગ બનેલ લોકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યા છે. જ્યારે દુર્ઘટના બની હતી ત્યારે પાલિકામાં બધા 52 ભાજપના સભ્યો હતા તેમ છતાં પણ ભાજપના એક પણ સભ્ય કે આગેવાન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ! જેથી ભોગ બનેલા પરિવારોને વહેલી તકે ન્યાય મળે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.

રબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ પથરાયેલ છે જે આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જજૂમી રહ્યો છે અને ઘણા બધા સીરામીકના કારખાના બંધ થઈ ગયા છે ત્યારે સિરામિક ઉદ્યોગ વતી સરકાર સમક્ષ માંગ કરીને સિરામિક પ્રોડક્ટને 18 ટકાના જીએસટીના સ્લેબમાંથી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે તેઓએ કહ્યું હતું કે જો રાજસ્થાનની મારબલ પ્રોડક્ટ 5 ટકામાં આવે તો પછી મોરબીનો સિરામિક ઉદ્યોગ 5 ટકાના સ્લેબમાં કેમ લેવામાં આવતો નથી તે વિચારવા જેવુ છે.

અંતમાં તેઓએ આગામી સમયમાં આવનાર જિલ્લા અને તાલુકા પંચાયત તથા મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાને રાખીને કહ્યું હતું કે, પૂરી તાકાત સાથે કોંગ્રેસ ચૂંટણીઓ લડશે અને જીતશે.

આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા, માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા, મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અમુભાઈ હુંબલ, જિલ્લા પંચાયત સભ્ય નયનભાઈ અઘારા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા તેમજ મહંમદ જાવીદ પીરજાદા, મહેશભાઈ રાજકોટિયા, જીવણભાઈ કુંભારવાડીયા, મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતીબેન નિરંજની, લીગલ સેલના પ્રમુખ એડવોકેટ ભાવિનભાઈ ફેફર, અલ્પેશભાઈ કોઠીયા, દેવજીભાઈ પરેચા, જયેશભાઈ કાલરીયા, હરદેવસિંહ જાડેજા (વાંકાનેર), નૈમીશભાઈ ગાંભવા, ભુપતભાઈ ગોધાણી, એડવોકેટ દીપકભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!