
રિલાયન્સ જિયોએ આજે જિયોપીસીના લોન્ચની જાહેરાત કરી છે, જે એક ક્રાંતિકારી ક્લાઉડ-આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ દરેક ભારતીય પરિવાર માટે એઆઇ-રેડી અને સિક્યોર કમ્પ્યુટિંગ લાવશે.

ભારતમાં કમ્પ્યુટિંગમાં ક્રાંતિ લાવવા માટે ડિઝાઇન કરાયેલું જિયોપીસી પ્રથમ પે-એઝ-યુ-ગો મોડેલ સાથે આવી રહ્યું છે, જેમાં કોઈ લોક-ઇન નથી અને ઝીરો મેઇન્ટેનન્સ છે. જિયોપીસી ભારતની ડિજિટલ સફરમાં એક પરિવર્તનકારી છલાંગ લગાવવાનું સીમાચિન્હ અંકિત કરે છે.

કોઈપણ પ્રારંભિક રોકાણ વગર ઓછામાં ઓછા ₹50,000ની કિંમતના હાઈ-એન્ડ પીસીની તમામ કાર્યક્ષમતા અને સુવિધાઓ મેળવો. જિયોપીસી ₹400/મહિનાથી શરૂ થતા પ્લાન્સ અને કોઈપણ લોક-ઇન વિના કોઈપણ સ્ક્રીનને સંપૂર્ણ કમ્પ્યુટરમાં પરિવર્તિત કરે છે. આ માટે કોઈ ખર્ચાળ હાર્ડવેર અથવા અપગ્રેડની જરૂર નથી. બસ પ્લગ ઇન કરો, સાઇન અપ કરો અને કમ્પ્યુટિંગ શરૂ કરો.

જિયોપીસી વ્યક્તિગત કમ્પ્યુટિંગની વ્યાખ્યાને ફરીથી લખે છે, આ એક ક્લાઉડ-સંચાલિત, નેક્સ્ટ-જેન એઆઇ-રેડી પીસી અનુભવ પૂરો પાડે છે.



























