
અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધવિરામ અને વિવાદ સંપૂર્ણ સમાપ્ત કરાવવા આવતીકાલે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં મંત્રણા યોજાવાની છે. આ બેઠકમાં સામેલ થવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સ ઈસ્લામાબાદ જવા જવાના થઈ ગયા છે. જોકે તે પહેલા વેન્સે ઈરાનને ચેતવણી આપી છે.

અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખે ઈરાનને આપી ધમકી
પાકિસ્તાન જતા પહેલા જે.ડી.વેન્સે મીડિયાને કહ્યું કે, ‘અમે યુદ્ધવિરામ અંગે ચર્ચા સફળ થવાની આશા રાખીએ છીએ. ઈરાન ખરેખર અને ઈમાનદારીથી વાતચીત કરશે તો અમેરિકા પણ ખુલ્લા દિલથી વાત કરવા માટે તૈયાર છે. પરંતુ જો ઈરાન અમેરિકા સાથે રમત રમવાનો પ્રયાસ કરશે, દગો કરશે કે પછી બહાનાબાજી કરશે તો અમેરિકા નરમ વલણ છોડી જવાબ આપશે.’આવતીકાલે ઈસ્લામાબાદ બેઠક

અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળ વચ્ચે ઈસ્લામાબાદમાં આવતીકાલે (11 એપ્રિલ) બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ‘ઈસ્લામાબાદ ટૉક્સ’ નામ અપાયું છે. પાકિસ્તાન મુસ્લિમ દેશ છે અને ઈરાન તેનો પડોશી છે. પાકિસ્તાનના અમેરિકા સાથે પણ સારા સંબંધો છે, તેથી બંને દેશોએ વાતચીત કરવા માટે ઈસ્લામાબાદની પસંદગી કરી છે.
ટ્રમ્પની શરતો મુજબ થશે વાતચીત

ઉપરાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે એવું પણ કહ્યું કે, ‘રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને વાતચીત કરવા માટે ખાસ નિર્દેશ આપ્યા છે.’ એટલે કે વેન્સ પોતાની મરજીથી નહીં, પરંતુ ટ્રમ્પની શરતો મુજબ વાતચીત કરશે. આ બેઠક માત્ર બે દેશો જ નહીં, વિશ્વ માટે ખૂબ જ મહત્ત્વની છે. જો વાતચીત સફળ થશે તો યુદ્ધ સંપૂર્ણ બંધ થઈ શકે છે અને ક્રૂડ ઓઈલનો રસ્તો ખુલી શકે છે. બેઠક સફળ થયા બાદ ક્રૂડની કિંમતોમાં ધરખમ ઘટાડો થવાની પણ આશા છે. પરંતુ જો વાતચીત નિષ્ફળ ગઈ તો ફરી સ્થિતિ બગડી શકે છે.

ઈસ્લામાબાદમાં યોજાનાર બેઠક પર વિશ્વભરની નજર
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો. ત્યારબાદ એક મહિનાથી પણ વધુ સમય ભયાનક યુદ્ધ ચાલ્યું હતું. ઈરાને પણ આક્રમક વલણ અપનાવીને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો હતો, જેના કારણે આ માર્ગેથી વિશ્વભરમાં પહોંચતો સપ્લાય અટકી ગયો હતો. આ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ધરખમ વધારો થયો હતો, એટલું જ નહીં વિશ્વભરમાં તેલની અછત પણ ઉભી થઈ ગઈ હતી. જોકે હવે અમેરિકા અને ઈરાન વચ્ચે થોડા સમય માટે યુદ્ધવિરામ થઈ ગયું છે, જેના કારણે ક્રૂડના ભાવ ઘટવાની સાથે વિશ્વભરના શેર માર્કેટોમાં પણ અદમ્ય ખુશી જોવા મળી છે. હવે યુદ્ધવિરામ પર ફાઈનલ મહોર મારવા માટે અને યુદ્ધને બંધ કરવા માટે ઈસ્લામાબાદમાં વાતચીત થવાની છે. આવતીકાલે ઈસ્લામાબાદમાં યોજાનારી બેઠક વિશ્વભરની નજર ટકેલી છે.














