HomeAllજૂના તમામ રેકોર્ડ તોડી સોનાની કિંમત ઑલ ટાઈમ હાઈ, ચાંદી રૂ.2 લાખની...

જૂના તમામ રેકોર્ડ તોડી સોનાની કિંમત ઑલ ટાઈમ હાઈ, ચાંદી રૂ.2 લાખની નજીક

સોના ચાંદીના વધતાં ભાવ તો રોકવાનું નામ જ નથી લઈ રહ્યા. આજે પણ સોનાની કિંમતો ‘ઑલ ટાઈમ હાઈ’ પર પહોંચી અને જૂના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. ચાંદીની કિંમતો તો હાલમાં જ બે લાખ રૂપિયાને પાર જતી રહી હતી.

આજે સોનાની કિંમતોએ તમામ રેકોર્ડ તોડ્યા!

સોનાની કિંમતમાં આજે 1.4 ટકા તેજી જોવા મળી. આજે સોનાનો ભાવ 1870 રૂપિયા વધીને 1 લાખ 35 હજાર 496 પહોંચી ગયો. ગત સપ્તાહની સરખામણીમાં સોનાના ભાવમાં 3160 રૂપિયાનો વધારો થયો છે.

ચાંદીમાં પણ રેકોર્ડબ્રેક તેજી

બીજી તરફ ચાંદીની ચમકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. MCX પ્રમાણે ગત સપ્તાહની સરખામણીમાં ચાંદીની કિંમતમાં અધધ 9443 રૂપિયાનો વધારો થયો છે. શુક્રવારે ચાંદીની કિંમતો ઑલ ટાઈમ હાઈ 2 લાખ 1 હજાર 615 હતી. આજે ચાંદીનો ભાવ 1 લાખ 98 હજાર 106 રૂપિયા રહ્યો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!