HomeAllજૂનાગઢ GMERS મેડિકલ કોલેજમાં "હેલ્થ ઓફ હીલર્સ" વિષય પર ડૉ. શૈલેશ બારમેડા...

જૂનાગઢ GMERS મેડિકલ કોલેજમાં “હેલ્થ ઓફ હીલર્સ” વિષય પર ડૉ. શૈલેશ બારમેડા દ્વારા પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું

જૂનાગઢ સ્થિત GMERS મેડિકલ કોલેજના સર્જરી વિભાગના સિનિયર એસોસિયેટ પ્રોફેસર ડૉ. શૈલેશ બારમેડાએ “હેલ્થ ઓફ હીલર્સ” વિષય પર ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન સાથે પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું.

કાર્યક્રમમાં સંસ્થાના ડોક્ટર્સ અને ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વ્યાખ્યાન દરમિયાન ડૉ. શૈલેશ બારમેડાએ સમાજના આરોગ્યની સેવા માટે સતત કાર્યરત રહેતા ડોક્ટર્સ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ એટલા જ જાગૃત રહેવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વસ્થ ડોક્ટર જ દર્દીઓને વધુ અસરકારક, સંવેદનશીલ અને ગુણવત્તાસભર સારવાર આપી શકે છે.

પોતાના અનુભવોના આધારે તેમણે નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, યોગ્ય હાઇડ્રેશન, માનસિક સંતુલન, પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવો તેમજ નિયમિત હેલ્થ ચેકઅપ જેવી બાબતોને સ્વસ્થ જીવનશૈલીના પાયારૂપ ગણાવી હતી. તેમના
“A Healthy Healer Heals Better” સંદેશને ઉપસ્થિત તબીબોએ ખૂબ પ્રશંસા સાથે સ્વીકાર્યો હતો.

ડૉ. શૈલેશ બારમેડાની આ સિદ્ધિ અને સમાજ ઉપયોગી કામગીરી સમગ્ર કંસારા સમાજ માટે ગૌરવની બાબત છે.
શિક્ષણ, આરોગ્ય અને સમાજસેવાના ક્ષેત્રે તેઓ સતત નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે, જે યુવા પેઢી માટે પણ પ્રેરણારૂપ છે.

વ્યાખ્યાનના અંતે ઉપસ્થિત ડોક્ટર્સ અને ફેકલ્ટી સભ્યોએ આ વિષયને વર્તમાન સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત ગણાવી હતી તેમજ આવા જાગૃતિસભર કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.અગ્રણીઓ અને સમાજજનોએ પણ ડૉ. શૈલેશ બારમેડાના પ્રેરક વ્યાખ્યાન બદલ અભિનંદન પાઠવી તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments