HomeAllજૂનાગઢમાં બાયોડિઝલના રેકેટનો પર્દાફાશ: 2.13 કરોડનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢમાં બાયોડિઝલના રેકેટનો પર્દાફાશ: 2.13 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ (જખઈ)ની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. ગાંધીનગર જખઈની ટીમે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડીઝલના નામે ચાલતા ભેળસેળયુક્ત અને ગેરકાયદેસર બાયોડીઝલના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી 3 અલગ-અલગ જગ્યાઓ પર એકસાથે ઓચિંતી રેડ પાડીને કુલ રૂૂ. 2,13,48,880/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કાળા કારોબારમાં સંડોવાયેલા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સંચાલકો સહિત અન્ય 5 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે ધમધમતા શંકાસ્પદ અડ્ડાઓ અને ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર સપાટો બોલાવીને કુલ 30,970 લીટર ડીઝલના નામે ભળતું શંકાસ્પદ જ્વલંતશીલ પેટ્રોલિયમ પ્રવાહી ઝડપી લીધું છે, જેની કિંમત અંદાજે રૂૂ. 28.21 લાખ થાય છે. આ ઉપરાંત, હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા 15 જેટલા મોટા વાહનો (ટ્રક, આઈસર અને બસ), 7 ઇલેક્ટ્રિક મોટર, 9 લિક્વિડ સ્ટોરેજ ટાંકાઓ, ડિસ્પેન્સર મશીનો અને રૂૂ. 58,250/- ની રોકડ રકમ સહિતની સામગ્રી કબજે કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી આ દરોડાની પ્રથમ રેડ ગડુ ગામથી માળિયા જવાના રસ્તા ઉપર આવેલા ભવાની કોમ્પ્લેક્ષમાં, શિવકૃપા ટ્રેડર્સના શેડ નંબર-3 અને 4 ખાતે કરવામાં આવી હતી. આ ચોક્કસ સ્થળેથી પોલીસને ભેળસેળયુક્ત બાયોડીઝલ પ્રવાહી 18,300 લીટર, 3 ઇલેક્ટ્રિક મોટર, 2 ડિસ્પેન્સર મશીન, 4 વાહનો, 5 પ્રવાહી સંગ્રહ કરવાના ટાંકાઓ, રોકડ રકમ રૂૂપિયા 14,500/-, 1 મોબાઈલ તથા પાઇપો, કેરબા અને માપિયા મળીને કુલ રૂૂપિયા 51,78,560/- નો મુદ્દામાલ મળ્યો હતો જે જપ્ત કરાયો છે.

આ પ્રથમ દરોડામાં સ્થળ પરથી વાહનોમાં જ્વલનશીલ પ્રવાહીનું ફ્યુલીંગ કરતા શાહીલખા રહીમખા લીગારી અને અર્જુનકુમાર મેરૂૂભાઈ ગલચરની ધરપકડ કરાઈ છે, તેમજ વાહનમાં ફ્યુલ ભરાવવા આવેલા ડ્રાઈવર નરેશકુમાર કરશનભાઈ ડાભી અને રાજુભાઈ હાથાભાઈ રાડાને પણ પોલીસે ઝડપી લીધા છે, જ્યારે જ્વલનશીલ પ્રવાહીનો ગેરકાયદે વેપાર કરનાર મુખ્ય આરોપી પપ્પુભાઈ ઉર્ફે પરબતભાઈ નાથાભાઈ સોલંકી અને ગેરકાયદે જથ્થો પૂરો પાડનાર અજાણ્યો શખસ એમ 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

આ ઓપરેશન અંતર્ગત બીજી રેડ માળિયા (હાટીના) તાલુકાના ગડુ ખાતે, ગડુ-ચોરવાડ હાઈ-વે પર આવેલી વૃંદાવન હોટલની બિલકુલ બાજુમાં ’રાધે એન્ટરપ્રાઈઝ’ નામના અડ્ડા પર કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે ભેળસેળયુક્ત બાયોડીઝલ પ્રવાહી 10,070 લીટર, 2 ઇલેક્ટ્રિક મોટર, 2 ડિસ્પેન્સર મશીન, 2 વાહનો, 2 પ્રવાહી સંગ્રહ કરવાના ટાંકાઓ, રોકડ રકમ રૂૂપિયા 39,250/-, 2 નંગ મોબાઈલ ફોન તથા પાઇપો, કેરબા, માપિયા અને કેલ્ક્યુલેટર મળી કુલ રૂૂપિયા 27,38,820/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જગ્યાએથી વાહનોમાં પ્રવાહી ફ્યુલીંગ કરનાર આરોપી ફારૂૂક ગુલમહમદ દલ અને વાહનમાં ઇંધણ ભરવા આવેલા ડ્રાઈવર લાખાભાઈ રાજાભાઈ કોડિયાતરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાયોડીઝલનો ગેરકાયદે વેપાર કરનાર મુખ્ય આરોપી ગૌતમભાઈ લખમણભાઈ કારેથા, ભરતભાઈ બાબુભાઈ કોરીયા અને ગેરકાયદેસર વેપાર કરનાર સંચાલક અનવર સીલેમાન હોઠી એમ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર નાસતા ફરતા હોય તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ત્રીજી મોટી રેડ માણાવદર વિસ્તારમાં મીતડી રોડ પર આવેલા તિલક ચેમ્બરના નિલકંઠ ટ્રાન્સપોર્ટ ખાતે કરવામાં આવી હતી, જ્યાંથી પોલીસને ભેળસેળયુક્ત બાયોડીઝલ પ્રવાહી 2,600 લીટર, 2 ઇલેક્ટ્રિક મોટર, 1 ડિસ્પેન્સર મશીન, 13 જેટલા વાહનો, 2 પ્રવાહી સંગ્રહ કરવાના ટાંકાઓ, રોકડ રકમ રૂૂપિયા 4,500/-, 2 નંગ મોબાઈલ તથા ડી.વી.આર., પાઇપો અને કેરબા મળીને કુલ રૂૂપિયા 1,34,31,500/- નો અધધ મુદ્દામાલ કબજે કરવામાં ભારે સફળતા મળી છે.

અહીંથી આ જ્વલનશીલ પ્રવાહી ઇંધણ તરીકે વેચાણ કરનાર મુખ્ય આરોપી સોમીલભાઈ ગોપાલભાઈ ભીમાણી અને વાહનમાં બળતણ ભરાવવા આવેલા આરોપી જીતેશ પ્રભુદાસ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ નેટવર્કના મૂળિયાં ઘણા ઊંડા હોવાથી આગામી તપાસમાં જે પણ અન્ય મુખ્ય ઓપરેટર્સ કે સપ્લાયરોના નામ ખુલશે તે તમામ સામે કડક કાર્યવાહી કરાશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments