ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેરમાં કરવામાં આવ્યું છે જે ટુર્નામેન્ટ આગામી તા. 26 થી 30 જુન સુધી વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલના હોલમાં રાખવામા આવેલ છે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે દરરોજ સાંજે 5 થી રાત્રીના 12 કલાક સુધીમાં જુદીજુદી ટીમો વચ્ચે મેચ રાખવામા આવેલ છે અને આ ટુર્નામેન્ટમાં ગુજરાતના તમામ જીલ્લામાંથી કબડ્ડીની શ્રેષ્ઠ ટીમો ભાગ લેવા માટે આવશે.

આ ઉપરાંત નેશનલ, જીલ્લા લેવલે રમેલા ખેલાડીઓ પણ તેમાં ભાગ લેવા માટે આવશે. આ કબડ્ડી લીગ ટુર્નામેન્ટથી નવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને કબડ્ડી માટે યુવાનોમાં જાગૃતતા આવશે.


























