HomeAllકાલે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ સમારોહ

કાલે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ સમારોહ

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી સંદર્ભે મોરબી શહેરમાં તેમજ તેની આસપાસના વિસ્તારમાં મહિલા શક્તિ દ્વારા ચાલતી સંસ્થાઓ તેમજ પોતાના અનોખા સેવા કાર્યો તેમજ આગવા યોગદાનને લીધે સફળતાના શિખરો સર કરતા મહિલાઓના સન્માન માટે એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના 28 જેટલા મહિલાઓનું વિશેષ સન્માન મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહિલા હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિત રહેશે. આવતીકાલે આ કાર્યક્રમ તા. 8 મી માર્ચના રોજ શનાળા રોડ પર આવેલ હોટલ અતિથિના બેન્કવેટ હોલમાં સવારે 10:00 વાગ્યે કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં આ ઉપરાંત પોતાનો સ્વતંત્ર બિઝનેસ અને ઘર તેમજ બાળકોની જવાબદારી સંભાળતા સંભાળતા વર્ષ 2017 થી જેઓ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા થતી તમામ પ્રવૃત્તિઓમાં સતત દોડતા એવા તમામે તમામ મેમ્બરોને હાલના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા તરફથી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!