HomeAllકાલે ઉમિયાધામ સિદસર દ્વારા શ્રી 1। શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી : સૌરાષ્ટ્રભરમાં મહાકળશ...

કાલે ઉમિયાધામ સિદસર દ્વારા શ્રી 1। શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી : સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ અને મહાઆરતી યોજાશે

કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ સિદસર સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના સામાજીક, શૈક્ષણિક, આધ્યાત્મીક અને આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર સૌરાષ્ટ્રભરના ઉમિયા પરિવારોના ઉત્થાન માટે કટીબધ્ધ છે.

ગત 2024 માં મા ઉમિયા પ્રાગટ્યના 125 વર્ષ નિમિતે યોજાયેલ શ્રી 1મ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતીના ભાગરૂપે ઉમિયાધામ સિદસર સહિત સૌરાષ્ટ્રના 12 જીલ્લાના 70 થી વધુ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ સ્થાનિક ઉમિયા પરિવાર સમિતિ દ્વારા મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતી તેમજ મહાપ્રસાદના આયોજનો ભાદરવી પૂનમ તા. 7 સપ્ટે. ને રવિવારે યોજાશે.

આદ્યશકિત માં ઉમિયાના ભાદરવી પૂનમે મા ઉમિયાના પ્રાગટયદિન નિમિતે ગત વર્ષે ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીના હસ્તે 12પ કુટ ના દંડ પર 12પ ગજની ધ્વજા લહેરાવી માં ઉમિયાના જયઘોષ સાથે શ્રી 1। શતાબ્દી મહોત્સવના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. 2024 માં ડિસેમ્બરમાં પાંચ દિવસના ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી બાદ શ્રી 1। શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતીના ભાગરૂપે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા દરેક જીલ્લા અને તાલુકા મથક ખાતે મહાકળશ પૂજન, મહારાસ અને મહઆરતીના કાર્યક્રમો યોજાય તેવા આયોજનો હાથ ધરાયા છે.

ઉમિયા ઘામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી તથા ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા ના જણાવ્યા અનુસાર, ભાદરવી પૂનમ નિમિતે સૌરાષ્ટ્રભરમાં વસતા પ્રત્યેક કડવા પાટીદાર રોજના 1 રૂપિયા લેખે વર્ષના 365 રૂપીયા માં ઉમા કળશ યોજનામાં યોગદાન આપી ચાલતી વિવિધ પ્રવૃતિઓમાં સહભાગી બનશે.

સૌરાષ્ટ્રના વિવિધ 30 જેટલા સંઘના પદયાત્રીકો ભાદરવી પૂનમે આવતીકાલ તા. 7 ને રવિવારે સવાર સુધીમાં સિદસર પહોંચશે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના હોદેદારો દ્વારા સિદસર પહોંચતી તમામ પદયાત્રીકોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવશે.

રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર વગેરે સ્થળોથી માતાજીની રથ સાથેની પદયાત્રીકોના સંધ સિદસર જવા રવાના થયો છે. પાટીદાર એકતાના પ્રતીકરૂપે જુનાગઢથી માં ઉમા ખોડલનો રથ પદયાત્રીકો સાથે સિદસર પહોંચશે.

ઉમિયાધામ સિદસર ખાતે ભાદરવી પૂનમે યોજાનારા 11 કુંડી મહાયજ્ઞમાં યજમાન તરીકે રાજકોટના ગૌતમભાઈ ધમસાણીયા લ્હાવો લેશે. ભાદરવી પૂનમે સરેરાશ 50 હજારથી વધુ ભાવીકો માં ઉમિયાના દર્શનનો લાભ લેશે. આ સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ ઉમિયા પરિવાર સંગઠન સમિતિ દ્વારા આવતીકાલે સાંજે 5 કલાકે સ્પીડવેલ ચોક શ્રી નાથઘામ હવેલી પાસે, કેપીએસ કલબ આયોજીત ઉમા કા લાલ ગણપતિ મહોત્સવના ગ્રાઉન્ડમાં મહાકળશ પૂજનનું તેમજ સાંજે 5:45 કલાકે મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર સૌરાષ્ટ્રના તમામ તાલુકા શહેરોમાં સ્થાનીક ઉમિયા પરિવાર સંગઠન સમિતિ દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!