
મોરબીએ ઐતિહાસિક ધરોહર છે ત્યારે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વના સ્થળ એવા વાંકાનેર ખાતે સરકારના પશુપાલન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્વ ડો. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન – રમતોત્સવ ’કામા અશ્વ શો’ નો પશુપાલન કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ રાજ્યમંત્રી સાંસદ પરસોતમ રૂૂપાલા રિવાબા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો.

જેમાં અશ્વ શોમાં કાઠીયાવાડી અશ્વમાં સ્થાન સંદીપ દાનાભાઈ હુંબલે મેળવ્યું હતું. સંદીપ દાનાભાઈ હુંબલને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સંદીપભાઈ ના અશ્વનું નામ વાયુ છે જેવો કાઠીયાવાડી અશ્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં અશ્વ સ્પર્ધામાં નામના મેળવી છે.

અશ્વ શોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની ઠાકર, વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડો. ભરતસિંહ ગોહિલ, જસદણ સ્ટેટ સત્યજિતકુમાર ખાચર, આચાર્ય ઘનશ્યામજી મહારાજ, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે.વી. સાનિયા, કાઠિયાવાડી હોર્સ બ્રીડર એસોસિએશનના અજીતસિંહ ગોહિલ સહિત કાઠીયાવાડી મારવાડી અશ્વ શોના પદાધિકારીઓ તથા અશ્વપાલકો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.














