HomeAllકચ્છના માંડવી બંદરનું વહાણ મધદરિયે આગમાં બળીને ખાખ, 16 ખલાસીને બચાવાયા

કચ્છના માંડવી બંદરનું વહાણ મધદરિયે આગમાં બળીને ખાખ, 16 ખલાસીને બચાવાયા

કચ્છના માંડવી બંદરનું એક વહાણમાં અનાચક આગ લાગતા મધદરિયે સળગ્યું હતું. જાણવા મળ્યું  હતું કે, ‘ફઝલ રબ્બી’ નામના વહાણ 16 ખલાસીઓ હતા. આગની ઘટનાને લઈને ત્વરિત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

માંડવી બંદરનું વહાણ મધદરિયે આગમાં બળીને ખાખ

મળતી માહિતી મુજબ, સોમાલિયા બંદરથી દુબઈ તરફ જતાં વહાણમાં આગ લાગતી હતી, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું વહાણ સળગી ઉઠ્યું હતું. આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી.

દુર્ઘટના સમયે વહાણમાં 16 જેટલાં ખલાસીઓ સવાર હતા. જોકે, બનાવને પગલે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને તમામને બચાવી દેવાયા હતા. આ દુર્ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ થઈ ન હતી. જોકે, વહાણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતાં માલિકને મોટાપાયે નુકસાન થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!