HomeAllકચ્છના વિખ્યાત `રોડ ટુ હેવન'નો કાયાકલ્પ થશે

કચ્છના વિખ્યાત `રોડ ટુ હેવન’નો કાયાકલ્પ થશે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત : માર્ગ અપગ્રેડ કરવા 650 કરોડની ફાળવણી

ટુરિસ્ટ ડેસ્ટીનેશન બની ગયેલા કચ્છમાં સફેદ રણ ઉપરાંત `રોડ ટુ હેવન’ ગણાતા 30 કિલોમીટરના માર્ગનું આકર્ષણ છે. હવે તેનો કાયાકલ્પ કરવાની કેન્દ્રીય હાઇવે વિભાગના મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે.

કચ્છના વિખ્યાત રોડ ટુ હેવનને નેશનલ હાઇવે સાથે જોડવા માટે 650 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. લખપતથી ધોળાવીરાને જોડતો આ નેશનલ હાઇવે 165.58 કિ.મી. લાંબો છે તેનો 30 કિમીનો ભાગ રોડ ટુ હેવન તરીકે ઓળખાય છે.

કચ્છમાં ધોરડોથી ધોળાવીરાના રૂટ પર આ રોડ ટુ હેવન આવે છે. આ માર્ગની આસપાસ પ્રાકૃતિક સૌંદર્ય છે અને પ્રવાસીઓ અધવચ્ચે ઉભા રહી જવા મજબૂર બની છે. અત્યાર સુધી 3-લેનનો માર્ગ છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ `એક્સ’ પર જાહેર કર્યું હતું કે, કચ્છના હાઇવે-754કેના 165.58 કીમીની લંબાઇ ધરાવતા લખપત-ગડુલી-જારા, હાજીપીર, ખાવડા, કંદવાન, ધોળાવીરાને પેવ્ડ શોલ્ડર કોન્ફીગરેશન સાથે દ્વિમાર્ગીય બનાવવા 650.42 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેનાથી કચ્છની ગુજરાત સાથેની કનેક્ટીવીટી મજબૂત થશે.

તેઓએ એમ લખ્યું છે કે, કચ્છમાં દર વર્ષે ઉત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. આ કોરિડોર પરથી જ પસાર થવું પડે છે. ખનિજ અને નમકના પરિવહન સરળ છે. આર્થિક વિકાસને જોર મળશે. અકસ્માતોમાં ઘટાડો થશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!