
મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર કેદારનાથ ધામ રાવલ અને ઉખીમઠ સ્થિત ઓંકારેશ્વર મંદિરમાં વિધિ વિધાન સાથે પૂજા કર્યા બાદ કપાટ ખુલવાને લઈને માહિતી આપવામાં આવી હતી.

જેમાં આ વર્ષે 22 એપ્રિલ 2026ના રોજ કેદારનાથ કપાટના દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. કપાટ ખુલવાની તિથી નક્કી કરતા જ પ્રશાસન અને મંદિર સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
22 એપ્રિલે સવારે 8 વાગ્યે શ્રદ્ધાળુઓ જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે. પગપાળા માર્ગને યોગ્ય કરવા, રોકાવાની વ્યવસ્થા અને તબીબી સુવિધાઓને લઈને વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

જેથી આ વખતે જે શ્રદ્ધાળુઓ આવે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને સારી રીતે તેઓ દર્શન કરી શકે.

આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીની શીતકાલીન યાત્રાને પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. ગત વર્ષે કપાટ બંધ થતા પહેલા 31 જાન્યુઆરી સુધીમાં 34,140 શ્રદ્ધાળુઓએ ચારેય ધામોના શીતકાલીન પ્રવાસ સ્થળોના દર્શન કર્યા હતા. ઉત્તરાખંડ માટે આ ખરેખરમાં એક સારી વાત કહી શકાય.
















