HomeAllકેન્ડલ માર્ચ બાદ બેસણામાં લોકોએ વ્યક્ત કર્યો આક્રોશ : આરોપીઓનું ફરીથી સરઘસ...

કેન્ડલ માર્ચ બાદ બેસણામાં લોકોએ વ્યક્ત કર્યો આક્રોશ : આરોપીઓનું ફરીથી સરઘસ કાઢો

મોરબી : મોરબી શહેરમાં થોડા દિવસ પહેલાં બનેલી સોની યુવાનની હત્યાની ઘટનાને લઈને શહેરમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાના અનુસંધાને આજે મૃતકના બેસણામાં મોટી સંખ્યામાં સમાજજનો અને આગેવાનો હાજર રહ્યા હતા.
મૃતક યુવાન પર થયેલી હિંસક ઘટનાની નિંદા કરતાં હાજર લોકોએ આરોપીને દાખલારૂપ સજાની માંગ ઉઠાવી હતી. બેસણામાં ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વારા પોલીસ તંત્રને કડક શબ્દોમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓને તાત્કાલિક સજા અપાઈ અને પરિવારે ન્યાય મળે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે.
આ પ્રસંગે સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસ્વરે જણાવ્યું કે આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે કડક કાયદેસરની કાર્યવાહી જરૂરી છે.
જ્યારે મોટી સંખ્યામાં લોકો બેસણામાં બેઠા હતા ત્યારે જ આરોપીનું સરઘસ કાઢી નાખવામાં આવ્યું હતું જેનાથી લોકોએ કચાસ અનુભવી હતી બેસણામાં હાજર ડીવાયએસપી આરોપીઓનું સોની સમાજની તમામ લોકોની હાજરીમાં ફરીથી સરઘસ કાઢવા માંગ કરી હતી..
હાલ પોલીસ તંત્ર દ્વારા મામલે વધુ તપાસ ચાલુ રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવાનું જાણવા મળે છે
મોરબી જેવા શાંતિપ્રિય શહેરમાં સરેઆમ દિન દહાડે હત્યા થઈ જાય એ મોરબીની પ્રજા જરાપણ સાંખી નહીં લે..

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!