HomeAllકેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના : દેશની ખેતીને આધુનિક બનાવાશે: હવે ડ્રોન Ai...

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના : દેશની ખેતીને આધુનિક બનાવાશે: હવે ડ્રોન Ai રોબોટની મદદથી કૃષિ ક્રાંતિની તૈયારી

નીતિ આયોગ દ્વારા રોડમેપ તૈયાર : રૂા.50000 કરોડનું બજેટ : કૃષિ ઉપજ વધશે : હવામાનમાં ફેરફાર મુજબ ખેતી : દરેક જીલ્લામાં કૃષિ કચેરી હવે એ.આઈ. લેબ બનશે

નવી દિલ્હીઃ દેશમાં કૃષી એ સૌથી મોટા વ્યવસાય છે અને આજે પણ અડધું ભારત કૃષી કે તેના સંલગ્ન વ્યાપાર ચલાવે છે. ઉપરાંત છેક ગ્રામ્ય સ્તર સુધી રોજગાર માટે કૃષી મહત્વનુ છે તે સામે કેન્દ્ર સરકાર હવે ઉદ્યોગોની જેમ કૃષીને પણ હવે ટેકનોલોજીના આધુનિક આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના યુગમાં લઈ જવા માંગે છે.

ભારતમાં કૃષી ટેકનોલોજી હજુ 20મી સદીમાં છે. મોટાભાગે નાના ખેડુતો પરંપરાગત ખેતી કરે છે પણ ડ્રોન-ટેકનોલોજીથી વાવણી-દવાના છંટકાવ વિ. હવે અપનાવવાનું શરૂ થયુ છે પણ સરકારની ઈચ્છા પુરી રીતે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ, ડ્રોન અને રોબોટ આધારિત કૃષી થાય તો તેમાં સમય અને માનવશ્રમનો વ્યય થાય છે તે થશે નહી.

ભારતમાં જો કે હજું બીટી, કૃત્રિમ રીતે તૈયાર કરાયેલા બીયારણ સામે પણ વિરોધ થઈ રહ્યો છે પણ સરકાર માને છે કે ટેકનોલોજીનો ઉપયોગ એ દેશના કૃષી ક્ષેત્રનું ચિત્ર બદલી શકે છે. ખેડુતોની આવક વધારીને વધુ સારા કૃષી ઉત્પાદનો પણ લોકોને મળશે અને આ માટે પાંચ વર્ષનો રોડમેપ પણ જાહેર કર્યો છે.

નીતિ આયોગના વિઝન ડોકયુમેન્ટ રીઈમેજીનીંગ એગ્રીકલ્ચર રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેન્ડ ટ્રાન્ફમેશનમા આ અંગે ચિતાર અપાયા છે. જેમાં કૃષી ટેકનોલોજીમાં પણ 140% આત્મનિર્ભરતા લાવવાનો સંકલ્પ છે.

ખાસ કરીને જે રીતે હવામાનમાં સતત બદલાવ થઈ રહ્યો છે તેની અસર કૃષી ક્ષેત્ર પર સૌથી વધુ થઈ છે અને પાણીની પણ હવે તંગી અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. જો આ રોડમેપ યોગ્ય રીતે લાગુ થાય તો કૃષીનો ખર્ચ 40% જેટલો ઘટી શકે છે અને કૃષી ઉત્પાદનમાં 60%નો વધારો થઈ શકે છે.

આ અંગે કૃષી જમીનની સ્થિતિની માહિતી મહત્વની બની જશે. આ માટે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ મારફત જમીનમાં ભેજ, પોષક તત્વો કે તેમાં રાસાયણીક ફેરફારોની માહિતી પણ ખાસ સાધનો મારફત મોબાઈલ પર મળી શકશે. આ ઉપરાંત સેટેલાઈટની મદદથી હવામાનની માહિતી, વરસાદ વિ. એલર્ટ પણ મોબાઈલ મારફત મળશે.

આ ઉપરાંત જે રીતે ગ્લોબલ વોર્મિંગ, હવામાન, જમીનની સ્થિતિ છે તેથી તે મુજબ બિયારણમાં સુધારા-વધારાથી પાકમાં કોઈ વિધ્ન ન સર્જાય તે જોવાશે તો પાકમાં આવી શકતી બિમારી કે અન્ય ફેરફાર માટે પણ એક આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની મદદથી માહિતી મળશે. ઉપાય પણ જોવા મળશે. આ ઉપરાંત જે નકલી ખાતર-બિયારણની સમસ્યા છે તેનો અંત લાવવા એક બ્લોક ચેઈન ટેકનોલોજીથી તે તાત્કાલીક પરખાઈ જાય તે નિશ્ચિત કરાશે.

આ ઉપરાંત પાણી કયા પાકને કયા સમયે કેટલુ પાણી, ભેજ, ખાતર, જંતુનાશકની જરૂર છે તે માટે એક મોડેલ બનશે તો હવે શહેરોમાં આવાસની છત પર પણ ઘરેલુ ખેતીને પ્રોત્સાહન મળશે. જેમાં માટી વગર હાઈડ્રોપોનીકલ ખેતીને મહત્વ મળશે.

હવાનો ભેજ પણ પાકને ઉપલબ્ધ થાય તે નિશ્ચિત કરાશે. આ માટે આગામી વર્ષે 10 રાજયોમાં 1 લાખ એકરમાં આ પ્રકારે કૃષીનો પ્રારંભ કરાશે અને ખેડુતોને તેની તાલીમ અપાશે. આ માટે ડીજીટલ રોબોટ વિ. સાધનો સસ્તા દરે ખેડુતોને મળશે અને 1 લાખ મહિલાઓને ડ્રોન ઉપયોગની તાલીમ અપાશે.

દરેક જીલ્લાઓ ખાસ કૃષી માટે એઆઈ લેબ અને રોબોટ બેન્ક ખુલશે. જયાં ખેડુતો ભાડે મેળવી શકશે અને આ પ્રયોગ સફળ થાય તો 1 એકર ઘઉંના હાલની આવક જે રૂા.25000 થાય છે તે પાંચ વર્ષમાં રૂા.70000 થઈ શકશે. 60% ઉત્પાદન વધશે 90% પાણી બચત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!