HomeAllકેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1...

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત

કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે અનેક મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. જેમાં શહેરો માટે નવા પ્રોજેક્ટ્સ, સ્ટાર્ટઅપ્સ માટે નવું ફંડ અને નોઇડા મેટ્રો વિસ્તરણ સહિતના અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ માટે પણ વિશેષ જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતને કારણે ગુજરાતને મોટો ફાયદો થયો છે.

ગુજરાતમાં પણ આદિવાસી બેલ્ટને ખૂબ જ મોટો ફાયદો થયો છે. ગુજરાતના આદિવાસી બેલ્ટ પર વિસ્તરેલો નેશનલ હાઇવે 56ના બે બ્લોકને ફોરલેન બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જેના અંતર્ગત ગુજરાતમાં NH-56જના અપગ્રેડેશન હેઠળ ધમાસિયા–બિટાડા અને નસારપોર–મલોથા સેક્શનને ફોર-લેન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ 4,583 કરોડ રુપિયાનોનો ખર્ચ કરવામાં આવશે.

સરકાર દ્વારા 1 લાખ કરોડ રુપિયાના ફંડને મંજૂરી આપવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરોને આધુનિક અને શ્રેષ્ઠ બનાવવાનો છે. આ યોજના હેઠળ ખાનગી રોકાણને આકર્ષવા, સ્માર્ટ સિટી, ટ્રાન્સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર(માળખાગત સુવિધાઓ)માં સુધારો કરવો અને માર્કેટ-ડ્રિવન શહેરી વિકાસને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય છે. આ ફંડથી શહેરોમાં મોટા પાયે વિકાસ પરિયોજનાઓ શરુ થશે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0 લોન્ચ

નવા સ્ટાર્ટઅપ્સ શરુ કરનારાઓ માટે સરકારે 10,000 કરોડ રુપિયાના કુલ કોર્પસ સાથે નવું ફંડ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત ડીપ ટેક (Deep Tech), AI અને ટેકનોલોજી આધારિત મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સને સહાય પૂરી પાડવામાં આવશે. સરકારનો મુખ્ય ભાર વેન્ચર કેપિટલ (VC) રોકાણને વધારવા પર છે, જેથી નવી ટેક કંપનીઓને ફંડિંગ માટે મુશ્કેલી ન પડે.

નોઇડા મેટ્રો વિસ્તરણ અને હાઇવે પ્રોજેક્ટ્સ

નોઇડામાં સેક્ટર 142 થી બોટનિકલ ગાર્ડન સુધીની 11.56 કિમી લાંબી મેટ્રો લાઇનને મંજૂરી અપાઈ છે. જેમાં 8 મેટ્રો સ્ટેશન હશે. આનાથી કનેક્ટિવિટી વધશે અને ટ્રાફિકની સમસ્યા ઘટશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!