HomeAllકેરોસીનના નિયમોમાં સરકારની ઢીલ : સસ્તા અનાજની દુકાનો, પેટ્રોલ પંપો પર વેચાણ...

કેરોસીનના નિયમોમાં સરકારની ઢીલ : સસ્તા અનાજની દુકાનો, પેટ્રોલ પંપો પર વેચાણ થશે

પશ્ચિમ એશિયામાં હાલ ચાલી રહેલા યુદ્ધના કારણે ઉભા થયેલા ઇંધણના સંકટના કારણે એલપીજીના પુરવઠા પર દબાણ વધતા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખાવાનું રાંધવા માટે વૈકલ્પિક ઇંધણ તરીકે 48 હજાર કિલો લીટર (કેએલ) વધારાના કેરોસીનની ફાળવણી કરી છે.

જો કે આમાં રાજ્યોએ ખાસ ઉત્સાહ દેખાડ્યો નથી કારણ કે હવે ઘણા ઓછા લોકો રાંધવા માટે કેરોસીન પર ચાલતા સ્ટવનો ઉપયોગ કરે છે. પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે બધા રાજ્યોનું કહ્યું છે કે તેઓ જિલ્લામાં વિતરણ માટે જગ્યાની ઓળખ કરે અને તેને મુખ્યત્વે રેશન દુકાને અથવા નિદ્રિષ્ટ સ્થળો પર વહેંચે. ઉપરાંત પેટ્રોલ પંપો પર પણ કેરોસીન સ્ટોર કરી વેચવાની મંજુરી અપાઇ છે.

આધિકારિક જાણકારી મુજબ અત્યાર સુધીમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ એસકેઓ (સુપીરિયર કેરોસીન ઓઇલ) ફાળવણીના આદેશ જાહેર કર્યા છે જ્યારે હિમાચલ પ્રદેશ અને લદાખે સાફ-સાફ કહી દીધું છે કે તેમને ત્યાં કેરોસીનની કોઇ જરુર નથી અન્ય અનેક રાજ્યો પણ આ આદેશને જાહેર કરવામાં હિચકિચાટ અનુભવે છે.

વિશેષજ્ઞો અને રાજ્ય પ્રશાસનના સૌથી મોટો મુદ્દો એ છે કે, હવે ખૂબ જ ઘણા લોકોને ત્યાં સ્ટવ કે ચૂલા બચ્યા છે. અનેક રાજ્યો (જેમ કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે)માં 2017ના આસપાસથી જ પીડીએસથી કેરોસીનનું વિતરણ બંધ કરી દેવાયું છે.

રાજ્ય પ્રશાસનનું કહેવું છે કે, ફરી એકવાર લોકો બજારમાંથી સ્ટવ ખરીદીને કેરોસીનનો ઉપયોગ શરૂ કરી દે તો બાદમાં જો નિયમિત સપ્લાય ન મળી તો સ્થિતિ ખરાબ થઇ શકે છે. આ લોકપ્રિય ફેસલો નહીં રહે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કેરોસીન મુખ્યત્વે રાશન કાર્ડ ધારકોને રસોઇ અને પ્રકાશ માટે અપાશે પણ હાલ રાજ્યોમાં આ મામલે કોઇ તૈયારી પૂરી નથી થઇ. આ ઉપરાંત સરકારે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમના કેટલાક પેટ્રોલ પંપો પર કેરોસીન સ્ટોર કરવા અને વેચવાની મંજુરી અપાઇ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments