HomeAllખાખરાળા ગામના વ્યાસ પરિવાર દ્વારા ભવ્ય ભવાઈ કાર્યક્રમનું આયોજન

ખાખરાળા ગામના વ્યાસ પરિવાર દ્વારા ભવ્ય ભવાઈ કાર્યક્રમનું આયોજન

મોરબી: ખાખરાળા ગામના વ્યાસ પરિવાર દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવા માટે ભવ્ય ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન વ્યાસ વિક્રમભાઈ હરિભાઈ વ્યાસ (સ્વ. હરિભાઈ વ્યાસના પુત્ર) દ્વારા સોસાયટીના આગેવાનો અને રહેવાસીઓના સહકારથી કરવામાં આવ્યું છે.

આ ભવ્ય કાર્યક્રમ તા. 11 એપ્રિલ 2026, શનિવારના રોજ રાત્રે 9:00 વાગ્યે યોજાનાર છે. કાર્યક્રમનું સ્થળ પ્રમુખ સોસાયટી, 60 ફૂટ રોડ, કૃષ્ણા સ્કૂલ વાળી શેરી, પ્રમુખ ચોક, મૂન એપાર્ટમેન્ટ પાસે, રવાપર ધૂનડા રોડ, મોરબી રાખવામાં આવ્યું છે.

આ પ્રસંગે સમસ્ત ભવાઈ પ્રેમી તેમજ ધાર્મિક ભાવના ધરાવતા જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજકો દ્વારા વિશાળ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments