
કમોસમી વરસાદથી નુકસાનીનો સામનો કરી રહેલાં ખેડૂતોને બુધવારે સારા સમાચાર મળી શકે છે. રાજ્ય સરકાર ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત બુધવારે કરી શકે છે

ગુજરાતમાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હજારો કરોડનું નુકસાન થયું છે. મગફળી, કપાસ સહિત અન્ય ખરીફ પાકમાં ભારે નુકસાન થયું છે. જગતનો તાત સંકટનો સામનો કરી રહ્યો છે. તેવામાં ખેડૂતોને રાહત આપવા માટે રાજ્ય સરકારે તૈયારી કરી લીધી છે. આવતીકાલે એટલે કે બુધવારે રાજ્ય સરકાર ખેડૂતો માટે ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

ઐતિહાસિક રાહત પેકેજની થઈ શકે છે જાહેરાતકમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાદ રાહત પેકેજ આપવા માટે રાજ્ય સરકારે તૈયારી કરી લીધી છે. ખેડૂતોને કઈ રીતે સહાય આપવી તે અંગે ચર્ચા કરવા માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ્થાને પાંચ કલાક કરતા વધુ સમય બેઠકો ચાલી હતી. આ બેઠકોમાં ખેડૂતોને રાહત આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યમાં ચાલતી સર્વેની કામગીરીમાં અધિકારીઓ બેદરકારી દાખવતા હોવાનો કિસાન સંઘનો આરોપ, કહ્યું, ખેડૂતોને ખર્ચના હિસાબે આપવી જોઈએ સહાય

સામે આવેલી જાણકારી પ્રમાણે રાજ્ય સરકાર ખેડૂતો માટે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરી શકે છે. રાજ્ય સરકાર નિયમોથી ઉપરવટ જઈને રાહત પેકેજ આપી શકે છે. રાજ્યના ખેડૂતોને અન્યાય ન થાય તે પ્રકારનું આ રાહત પેકેજ રહી શકે છે.

રાજ્ય સરકાર દ્વારા અન્ય રાજ્યોના રાહત પેકેજોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. બુધવારે રાહત પેકેજના નિયમો અને કામગીરીની જાહેરાત કરવામાં આવી શકે છે. આજે ગાંધીનગર ખાતે કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ સહાય આપવા અંગે બેઠક યોજાઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં CM નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, આજે સાંજ સુધીમાં જાહેર થશે રાહત પેકેજ, ઈતિહાસનું સૌથી મોટું પેકેજ હોવાની સંભાવના

રાજ્યના 249 તાલુકામાં વરસાદનો અંદાજતાજેતરમાં આવેલા કમોસમી વરસાદને કારણે ગુજરાતના 249 તાલુકાના 16 હજારથી વધુ ગામોમાં પાકને નુકસાન થયું છે. પ્રાથમિક સર્વેમાં બે હજાર કરોડના નુકસાનનો અંદાજ હતો, પરંતુ જેમ-જેમ સર્વેની કામગીરી વધી તેમ નુકસાનનો આંકડો મોટો હતો. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લાખો હેક્ટર જમીનના વાવેતરને નુકસાન થયું છે. એક અંદાજ મુજબ ખેડૂતોને 10 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.
















