HomeAll'કોવિડ જેવા પડકારો માટે આપણે તૈયાર રહેવું જોઈએ': ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે ભારતનો...

‘કોવિડ જેવા પડકારો માટે આપણે તૈયાર રહેવું જોઈએ’: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે ભારતનો શું છે પ્લાન, પીએમ મોદીએ જણાવી ખાસ વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા-ઈઝરાયેલના ઈરાન સાથેના યુદ્ધ અને તેના કારણે પશ્ચિમ એશિયામાં ઊભા થયેલા સંકટ પર લોકસભામાં પોતાની વાત રજૂ કરી હતી. પીએમ મોદીએ આ સ્થિતિને ચિંતાજનક ગણાવતા લોકોને મદદનો વિશ્વાસ આપ્યો હતો. તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેનાથી ભારતની સામે આવેલી પરિસ્થિતિઓ પર બોલતા કહ્યું કે, સરકાર સંવેદનશીલ, સતર્ક અને દરેક મદદ માટે તત્પર છે.
પીએમ મોદીએ લોકસભામાં સંબોધન કરતા જણાવ્યું કે, છેલ્લા બે-ત્રણ અઠવાડિયામાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી આ વિષય પર સદનને જરૂરી જાણકારી આપી છે. હાલના આ સંકટને ત્રણ અઠવાડિયાથી વધારે સમય થઈ રહ્યો છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થા અને લોકોના જીવન પર વિપરીત અસર થઈ રહી છે. એટલા માટે દુનિયા આ સંકટમાંથી જલ્દી સમાધાન માટે તમામ પક્ષોને આગ્રહ કરી રહી છે.

ચાલો જાણીએ પીએમ મોદીના સંબોધનની 10 મોટી વાતો
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત સામે પણ યુદ્ધે અપ્રત્યાશિત પડકારો ઊભા કર્યા છે. આ પડકાર આર્થિક પણ છે. નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલા પણ છે અને માનવીય પણ છે. યુદ્ધરત અને યુદ્ધથી પ્રભાવિત દેશો સાથે ભારતના વ્યાપક અને વ્યાપારિક સંબંધો છે. જે ક્ષેત્રમાં યુદ્ધ થઈ રહ્યું છે દુનિયાના બીજા દેશો સાથે આપણા વેપારનો મહત્વપૂર્ણ રસ્તો છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ગેસની જરૂરિયાતોનો મોટો ભાગ આ વિસ્તાર જ પૂરો કરે છે.

તેમણે જણાવ્યું કે, આપણા માટે આ વિસ્તાર બીજા પણ એક કારણથી ખૂબ જ મહત્ત્વનું છે. લગભગ એક કરોડ ભારતીય ખાડી દેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે. ત્યાં દરિયામાં જે કોમર્શિયલ શિપ ચાલે છે. તેમાં ભારતીય ક્રૂ મેમ્બરની સંખ્યા ખૂબ જ વધારે છે. આવા અલગ અલગ કારણોથી ભારતની ચિંતા સ્વાભાવિક રીતે વધારે છે. એટલા માટે આ જરૂરી છે કે ભારતની સંસદનો આ સંકટને લઈને એકમત અને એકજૂટ અવાજ દુનિયામાં જાય.

પીએમ મોદીએ જણાવ્યું કે, જ્યારથી યુદ્ધ શરુ થયું છે. જ્યારથી દરેક ભારતીયને જરૂરી મદદ આપવામાં આવી રહી છે. મેં પોતે પશ્ચિમ એશિયાના દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બે રાઉન્ડ ફોન પર વાત કરી છે. તમામે ભારતીયોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. દુર્ભાગ્યથી અમુક લોકોના દુખદ મૃત્યુ થયા છે અને અમુક ઘાયલ થયા છે. આવી કપરી સ્થિતિમાં પ્રભાવિત પરિવારોને જરૂરી મદદ આપવામાં આવી રહી છે. જે ઘાયલ છે, તેમની સારી સારવારની ખાતરી કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, પ્રભાવિત દેશોમાં આપણા જેટલા પણ મિશન છે, તે સતત ભારતીયોની મદદમાં લાગેલા છે. ત્યાં કામ કરનારા ભારતીય હોય અથવા ટૂરિસ્ટ હોય, તમામને દરેક શક્ય મદદ થઈ રહી છે. અમારું મિશન નિયમિત રીતે એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે. અહીં ભારત અને અન્ય પ્રભાવિત દેશોમાં 24 કલાક કંટ્રોલ રૂમ અને ઈમરજન્સી હેલ્પલાઈન જાહેર કરવામાં આવી છે. તમામ ભારતીયોને ત્વરિત જાણકારી આપવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સંકટની સ્થિતિમાં ભારતીયોની સુરક્ષા આપણી ખૂબ જ મોટી પ્રાથમિકતા છે. યુદ્ધ શરુ થયા બાદથી અત્યાર સુધી 3.72 લાખથી વધારે ભારતીય સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. ઈરાનમાંથી એક હજાર ભારતીયો સુરક્ષિત પરત ફર્યા છે. તેમાં 700થી વધારે મેડિકલનો અભ્યાસવાળા યુવાનો છે. ખાડીના દેશોમાં ભારતીય સ્કૂલોમાં હજારો વિદ્યાર્થી ભણે છે. સીબીએસઈએ આવા તમામ ભારતીયોને સ્કૂલમાં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાને રદ કરી દીધી છે. છાત્રોના અભ્યાસ સતત ચાલી રહ્યા છે. તેના માટે સીબીએસઈ યોગ્ય પગલા ઉઠાવી રહ્યું છે.

પીએમ મોદીએ તેની સાથે દેશમાં મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ, ગેસ અને ખાતર જેવી જરૂરી વસ્તુઓ હોર્મુઝ રૂટથી આવે છે. યુદ્ધના કારણે હોર્મુઝમાં જહાજોની અવરજવર ખૂબ જ પડકારજનક છે. તેમ છતાં અમારી સરકારના પ્રયાસ છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય ખૂબ જ પ્રભાવિત ન થાય. દેશના સામાન્ય પરિવારો માટે તકલીફો ઓછામાં ઓછી થાય તેના પર અમારું ફોકસ છે. આપણે બધા જાણીએ છીએ કે, દેશ પોતાની જરૂરિયાતનો 60 ટકા એલપીજી આયાત કરે છે.
પીએમ મોદીએ લોકસભામાં જણાવ્યું કે, એક મોટો સવાલ એ છે કે, આ યુદ્ધની ખેતી પર શું અસર થશે? દેશના ખેડૂતોએ આપણા અન્નના ભંડાર ભરી રાખ્યા છે. એટલા માટે ભારત પાસે પૂરતો સ્ટોક છે. અમારો એ પણ પ્રયાસ છે કે ખરીફ સિઝનમાં ઠીકઠાક વાવણી થાય. સરકારે ગત વર્ષે ઈમરજન્સી સ્થિતિના નિવારણ માટે ખાતરની પૂરતી વ્યવસ્થા પણ કરી છે. અતીતમાં પણ અમારી સરકારે દુનિયાના સંકટનો ભાર ખેડૂતો પર પડવા નથી દીધો. કોરોના અને તે સમયેના ઉદ્યોગ દરમ્યાન તે સમયે પણ ગ્લોબલ સપ્લાય ચેન ડિસરપ્શન આવી ગઈ હતી.

દુનિયાના બજારમાં યૂરિયાની એક બોરી 3000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પણ ભારતના ખેડૂતોને એ જ બોરી 300 રૂપિયાથી પણ ઓછામાં મળી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!