HomeAll"પાવર ઓછો થઈ રહ્યો છે નહીં બચીએ” : દુર્ઘટના પૂર્વે પાયલોટનો આખરી...

“પાવર ઓછો થઈ રહ્યો છે નહીં બચીએ” : દુર્ઘટના પૂર્વે પાયલોટનો આખરી સંદેશ પ્રકાશમાં આવ્યો

અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશ થવાનું કારણ હજુ જાણી શકાયું નથી. આ અંગે અનેક અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. તેવા સમયે એર ઈન્ડિયાના આ પ્લેનના પાયલોટ સુમિત સભરવાલે આખરી સમયે એર ટ્રાફિક કંટ્રોલરને મોકલેલો સંદેશ પ્રકાશમાં આવ્યો છે.

પાવર ઓછો થઇ રહ્યો છે. નહિ બચીએ જેમાં પાયલોટ સુમિત સભરવાલ વિમાન ઉડતાની સાથે જ 4 થી 5 સેક્ધડમાં, મેડે, મેડે, મેડે કહી રહ્યો છે થ્રસ્ટ નથી મળી રહ્યો, પાવર ઓછો થઇ રહ્યો છે. નહિ બચીએ.

આટલું બોલતાની સાથે જ વિમાન હોસ્ટેલ બિલ્ડિંગ પર વિમાન પર ક્રેશ થયું હતું . હોસ્ટલ બ્લોકમાં 34 લોકોના મોત થયા છે. આ દરમિયાન કુલ મૃત્યુઆંક 275 પર પહોંચી ગયો છે. આ વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા. જેમાંથી એક મુસાફરનો આબાદ બચાવ થયો છે.

આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ વિમાન સંચાલન પ્રક્રિયાઓ અને અકસ્માતોને રોકવા માટે બનાવેલા માર્ગદર્શિકાઓની સમીક્ષા કરશે. આ સાથે તે ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શિકા આપશે.

આ અકસ્માત અંગે, ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું ભારત, બ્રિટન અને અમેરિકાની તપાસ એજન્સીઓ અમદાવાદ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે તપાસમાં જે કંઈ બહાર આવશે તે પારદર્શિતા સાથે શેર કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!