
લદાખના હાન્લેમાં રાત્રે આકાશ સામાન્ય રીતે સૅફાયર રંગનું દેખાય છે. દૂરની ગેલેક્સીઓની ચમકતી રોશની આકાશમાં દેખાય ત્યારે એવું લાગે છે કે જાણે એ એક કેનવાસ છે. જોકે 19 અને 20 જાન્યુઆરીની રાત્રે આ અંધકારમાં એક અજાણી લોહી જેવી લાલ ઝળહળતી રોશની જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ભારતના આ નોર્દર્ન લાઇટ્સની મોહક તસવીરો છવાઈ ગઈ, પરંતુ વૈજ્ઞાનિકોની હકીકત ઘણી ગંભીર છે. આ દ્રશ્યો માત્ર સુંદરતા નથી, પરંતુ એ સૂર્યના વધતા અસ્થિર સ્વભાવના સ્પષ્ટ સંકેત છે.

સોલાર તોફાન ભારત સુધી કેવી રીતે પહોંચે?
હાન્લે ડાર્ક સ્કાય રિઝર્વમાંથી દેખાયેલા લાલ ઓરોરા 2003 પછીના સૌથી તીવ્ર સોલાર રેડિએશન સ્ટોર્મના કારણે હતા. 18 જાન્યુઆરીએ એક X-ક્લાસ સોલાર ફ્લેર ફાટ્યો, જેમાંથી મેગ્નેટાઇઝ્ડ પ્લાઝ્માનો વિશાળ વાદળ જેને Coronal Mass Ejection (CME) કહે છે એ અવકાશમાં ફેંકાયો હતો. આ પ્લાઝ્મા 1,700 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે દોડીને માત્ર 25 કલાકમાં પૃથ્વી સુધી પહોંચ્યો.

આ કણો જ્યારે પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ સાથે અથડાયા ત્યારે G4 સ્તરની જીઓમેગ્નેટિક સ્ટોર્મ સર્જાઈ. લાલ રંગ ખાસ કરીને 300 કિમીથી વધુ ઊંચાઈએ આવેલા ઓક્સિજન એટમ્સ સોલાર કણોથી ઉત્તેજિત થતા દેખાય છે. લદાખ જેવા નીચા અક્ષાંશવાળા પ્રદેશોમાં આ ઓરોરાના ટોચના ભાગો દેખાય છે, જે લાલ હોય છે. ધ્રુવીય પ્રદેશોમાં સામાન્ય રીતે એ લીલા રંગના દેખાય છે. ISROના તાજેતરના અહેવાલ મુજબ સોલાર મૅક્સિમમ નજીક આવતા આવા બનાવો વધુ વારંવાર બનતા જાય છે.

ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોખમમાં?
હાન્લે ઓબ્ઝર્વેટરીએ આ તરંગોને તેના ઑલ-સ્કાય કેમેરાથી કેદ કર્યા, પરંતુ આ સુંદરતા પાછળ એક ખતરનાક હકીકત છુપાયેલી છે. જાન્યુઆરી 2026ની આ ઘટના S4 સ્તરની ગંભીર રેડિએશન સ્ટોર્મ હતી, જેમાં સૂર્યમાંથી ઊંચી ઊર્જાવાળા પ્રોટોનનો તીવ્ર પ્રવાહ આવ્યો. NASA અને ISROએ નોંધ્યું છે કે આવા બનાવો પૃથ્વીના મેગ્નેટિક શિલ્ડને દબાવી દે છે. Aditya-L1 મિશનના તાજેતરના ડેટા મુજબ આવા તોફાનો પૃથ્વીની મેગ્નેટિક બાઉન્ડરીને એટલી નજીક ધકેલી દે છે કે જીઓસ્ટેશનરી સેટેલાઇટ્સ સીધા સોલાર વિન્ડ્સના પ્રભાવમાં આવી જાય છે.

ભારત જેવા દેશ જે ઝડપથી ડિજિટલ અર્થતંત્ર વિસ્તારી રહ્યો છે તેના માટે આ એક ગંભીર પડકાર છે. તીવ્ર જીઓમેગ્નેટિક સ્ટોર્મ પાવર ગ્રિડમાં કરંટ પેદા કરી બ્લેકઆઉટ સર્જી શકે છે. તે ઉપરના વાતાવરણને ફુલાવી દે છે જેના કારણે સેટેલાઇટ્સ કક્ષામાંથી બહાર ખેંચાઈ શકે છે. GPS નેવિગેશન અને બેન્કિંગ સિસ્ટમ્સ પણ સીધા જોખમમાં આવે છે. આ તાજેતરના તોફાન દરમિયાન ISSમાં રહેલા અંતરિક્ષયાત્રીઓને પણ વધુ પડતા રેડિએશનને કારણે એનાથી બચવાની જરૂર પડી હતી.

એનાથી બચવા માટે રક્ષા કવચ કેવી રીતે બનાવવું?
આકાશીય ખતરાઓનો ઉકેલ અદ્યતન આગાહી અને અદ્ભુત એન્જિનિયરિંગમાં છે. ભારત હાલમાં Aditya-L1 મિશન દ્વારા સ્પેસ વેધર ફોરકાસ્ટિંગને વધુ સારું અને ચોક્કસ બનાવી રહ્યું છે, જે L1 Lagrange પોઇન્ટ પર સેન્ટ્રી તરીકે કાર્ય કરે છે. CMEને પૃથ્વી સુધી પહોંચતા પહેલાં શોધી કાઢવાથી વૈજ્ઞાનિકો 24–48 કલાકની ચેતવણી આપી શકે છે. આથી સેટેલાઇટ ઓપરેટર્સ સેફ મોડમાં જઈ શકે છે અને પાવર ગ્રિડ મેનેજર્સ લોડ બેલેન્સ કરી ટ્રાન્સફોર્મરને ઝળગતાં અટકાવી શકે છે.

જમીન પર હવે પાવર ગ્રિડને મજબૂત બનાવવાની જરૂર છે. એન્જિનિયરો રિયલ-ટાઇમ ખતરાઓ માપવા માટે Geomagnetically-Induced Current Sensors સ્થાપિત કરી રહ્યા છે. હાન્લે ડાર્ક સ્કાય રિઝર્વમાં સ્થિત ઇન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે તે ગ્રાઉન્ડ-બેઝ્ડ ડેટા પૂરો પાડે છે જે સેટેલાઇટ માન્ય કરે છે. લાઇટ પ્રદૂષણથી હાન્લે ડાર્ક સ્કાય રિઝર્વને બચાવવું આવશ્યક છે, જેથી અમારા ઑપ્ટિકલ સેન્સર્સ વાતાવરણના નાજુક ફેરફારોને ઓળખી શકે.

અંધકાર બચાવો જેથી પ્રકાશ જોઈ શકાય
આ દ્રશ્યો હાન્લે ડાર્ક સ્કાય રિઝર્વની નાજુક સ્થિતિને પણ ઉજાગર કરે છે. ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય સૅન્ક્ચુઅરી તરીકે હાન્લે બ્રહ્માંડમાં ઝાંખી કરવાનો દુર્લભ અવસર આપે છે. જોકે વધતા પ્રવાસન સાથે લાઇટ પ્રદૂષણનો ખતરો છે, જે વૈજ્ઞાનિક સંકેતોને ઓળખવા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જો હાન્લેમાં અંધકાર નહીં રહે તો સ્પેસ વેધર માટેની વહેલી ચેતવણી સિસ્ટમ પણ ગુમાવવાનો સમય આવી શકે છે. લાલ આકાશ એક ભવ્ય દ્રશ્ય છે, પરંતુ એ સાથે એક સંદેશ પણ છે. સૂર્ય હવે તેની તાકાત દેખાડવા તૈયારી કરી રહ્યો છે અને એ સોલાર સ્ટોર્મ દ્વારા જોવા મળશે અને આપણું ઇલેક્ટ્રોનિક વિશ્વ એટલું નાજુક છે જેનો આપણને અહેસાસ પણ નથી અને આપણે એનો સ્વીકાર પણ નથી કરી રહ્યાં.












