
રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા મોરબી અને રાજકોટમાં સિરામિક, કોટન તથા બિલ્ડિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં ચાલી રહેલી આવકવેરાની તપાસ આજે અંતિમ તબક્કામાં પહોંચી છે. મેટ્રો તથા લેવિસ ગ્રેવીન્ટો ગ્રુપના મુખ્ય ડાયરેક્ટરોને ત્યાં તપાસ હજુ ચાલુ રખાઈ છે જયારે અન્ય તમામ જગ્યાઓ પર તપાસ આટોપી લેવામાં આવી છે.
તપાસમાં આશરે 300 કરોડથી 350 કરોડના બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહી છે. આવકવેરા વિભાગે ર2 લોકરો સિઝ કર્યા બાદ આ તમામ લોકરો આજે ખોલવામાં આવશે. તપાસ બાદ સાચો આંકડો બહાર આવી શકે છે. એટલું જ નહીં હાલ ડીજીટલ ડેટાનું બેકઅપ લઇ તે અમદાવાદ મોકલવામાં આવ્યું છે.

મેટ્રો તથા લેવિસ ગ્રેવીન્ટો ગ્રુપના જે બેનામી વ્યવહારો તથા બિનહિસાબી વ્યવહારોનો સાચો આંક ટુક સમયમાં બહાર આવશે. કરવામાં આવેલા હશે.મેટ્રો તથા લેવિસ ગ્રેવીન્ટો ગ્રુપને ત્યાં હાલ સર્ચ ઓપરેશન પૂર્ણ થવાના આરે છે. ત્યારે બેકઅપ અર્થે લેપટોપ સહિત મોબાઈલ ફોનના ડેટા રિકવર કરવામાં આવી રહ્યા છે.

જેમાં જે વિગતો બહાર આવી નથી તે અંગે પણ સ્પષ્ટતા ભવિષ્યમાં થશે તેમ આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. ટેક્નોલોજીના યુગમાં ઉદ્યોગ સાહસિકો ડાયરી સિસ્ટમને ત્યજી ડિજીટલ તરફ વધ્યા છે અને તે તમામ ડેટાને સમજવો અને ભેગો કરવો તે તંત્ર માટે કરવો તે તંત્ર માટે પણ પડકારરૂૂપ સાપિત થઈ રહ્યો છે.

રાજકોટ આવકવેરા વિભાગની ઈન્વેસ્ટિલેશન વિંગના ટોચના અધિકારી શકીલ અંસારી અને ઝાઈદ અંસારીના નિરીક્ષણ હેઠળ તેમની ટીમ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ભાડે રાખેલ ગુપ્ત ફ્લેટમાંથી મળેલા ડિજિટલ પુરાવાઓનું વિશ્ર્લેષણ હાલમાં ચાલી રહ્યું છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઓફિસોમાંથી મળેલા પુરાવાઓ ગંભીર પ્રકૃતિના છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. મહત્વની વાત એ છે કે, આઇટી વિભાગે 22 બેન્ક લોકર્સને પણ તપાસ માટે ચિહ્નિત કર્યા છે.

આ લોકર્સની તપાસ આજથી શરૂૂ થશે. આ સમગ્ર કાર્યવાહીના પરિણામે મોટા પાયે બેનામી રોકડ અને ઝવેરાત મળી આવે તેવી શક્યતા છે. મોરબી અને રાજકોટમાં સક્રિય આ બંને ગ્રુપની પ્રવૃત્તિઓ પર આઇટી વિભાગની કડક નજર છે. આગામી દિવસોમાં વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે.












