HomeAllલોન નહીં ચૂકવો તો તમારો ફોન લોક થઈ જશે! RBI લાવી રહી...

લોન નહીં ચૂકવો તો તમારો ફોન લોક થઈ જશે! RBI લાવી રહી છે નવો નિયમ

Reserve Bank of India એ ધિરાણકર્તા એટલે કે લોન આપનારની તાકાત વધારવા માટે એક નવો નિયમ બનાવવાની યોજના બનાવી છે. આરબીઆઈનો નિયમ લાગૂ થયા બાદ જે લોકો લોન ચુકવવામાં અસમર્થ હશે તે લોકોના ફોનને ધિરાણકર્તા દૂરથી લોક કરી શકશે. કુલ મળી જોવામાં આવે તો RBI નો આ નિયમ લાગૂ થયા બાદ ધિરાણકર્તાનો પાવર વધશે. પરંતુ તેનાથી ગ્રાહક અધિકારોની ચિંતાઓ વધવાની સંભાવના છે.

2024 માં હોમ ક્રેડિટ ફાઇનાન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોબાઇલ ફોન જેવા ત્રીજા ભાગથી વધુ ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ લોન પર ખરીદવામાં આવે છે. ટેલિકોમ નિયમનકાર અનુસાર, 1.4 અબજથી વધુ વસ્તી ધરાવતા દેશમાં 1.16 અબજથી વધુ મોબાઇલ કનેક્શન છે.

ફોન લોક થશે, પરંતુ ડેટા રહેશે સુરક્ષિત

સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધિરાણકર્તાઓને ડિફોલ્ટર દેવાદારોના ફોન લોક કરવાનું બંધ કરવા કહ્યું હતું. લોન આપતી વખતે ધિરાણકર્તાઓના ફોન પર ડિવાઇસ લોક કરવા માટે એક એપ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ધિરાણકર્તાઓ સાથે ચર્ચા કર્યા પછી, RBI આગામી થોડા મહિનામાં ફેર પ્રેક્ટિસ કોડ અપડેટ કરવા સાથે ફોન-લોકિંગ મિકેનિઝમ પર માર્ગદર્શિકા જારી કરી શકે છે.

આરબીઆઈ બે વાતોની ખાતરી કરવા ઈચ્છે છે, પ્રથમ તો ધિરાણકર્તા ફોનને લોક કરી લોનના પૈસા રિકવર કરી શકે અને બીજું કે ગ્રાહકોનો ડેટા પણ સુરક્ષિત રાખવામાં આવે. ઇકોનોમિટ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે આરબીઆઈના પ્રવક્તાએ હાલ આ મામલામાં કોઈ જવાબ આપ્યો નથી.

જો આરબીઆઈનો આ નિયમ લાગૂ થયો તો તેનાથી કંઝ્યુમર પ્રોડક્ટ્સ માટે લોન આરનારી કંપનીઓ જેમ કે બજાજ ફાઇનાન્સ, ડીએમઆઈ ફાઈનાન્લ અને ચોલમાંડલમ ફાઇનાન્સને લાભ પહોંચી શકે છે, જેનાથી રિકવરીની તક વધી શકે છે. ક્રેડિટ બ્યુરો  CRIF હાઈમાર્ક અનુસાર 100,000 રૂપિયાથી નીચેની લોન ડિફોલ્ટના રૂપમાં વધુ જોખમ ભરેલાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!