HomeAllરેસ્ટોરન્ટમાં જમતાં પહેલા ચેતજો! જો બિલમાં 'LPG ચાર્જ' દેખાય તો પૈસા આપતા...

રેસ્ટોરન્ટમાં જમતાં પહેલા ચેતજો! જો બિલમાં ‘LPG ચાર્જ’ દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્રનો આદેશ

વૈશ્વિક સ્તરે સર્જાયેલા ગેસ સંકટ વચ્ચે દેશની હોટલો અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા વધારાના ‘LPG ચાર્જ’ સામે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે.

કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળે(CCPA) આ પ્રકારની વસૂલાતને ‘અનુચિત વ્યાપાર પ્રથા’ (Unfair Trade Practice) ગણાવીને તેના પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે.

ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, હવેથી કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકના બિલમાં ‘LPG ચાર્જ’, ‘ગેસ સરચાર્જ’ કે ‘ફ્યુઅલ કોસ્ટ રિકવરી’ જેવા વધારાના શુલ્ક ઉમેરી શકશે નહીં.

ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કડક કાર્યવાહીની ચેતવણી

CCPAએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 10 હેઠળ નવી એડવાઇઝરી જાહેર કરતાં નિર્દેશ આપ્યો છે કે, આવા કોઈ પણ ચાર્જ ઓટોમેટિક કે ડિફોલ્ટ રીતે વસૂલી શકાશે નહીં.

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન(NCH) પર મળેલી ફરિયાદો અને મીડિયા રિપોર્ટ્સના આધારે જાણવા મળ્યું હતું કે, કેટલીક હોટલો મેનુ કાર્ડમાં દર્શાવેલી કિંમતો અને ટેક્સ ઉપરાંત અલગથી ગેસ ચાર્જ વસૂલી રહી હતી. સરકારનું માનવું છે કે આનાથી પારદર્શકતાનો અભાવ સર્જાય છે અને ગ્રાહકો પર આર્થિક બોજ વધે છે. જો કોઈ હોટલ આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

મેનુમાં દર્શાવેલી કિંમત જ અંતિમ ગણાશે

સરકારે સ્પષ્ટતા કરી છે કે ઇંધણ, LPG, વીજળી કે અન્ય ઓપરેશનલ ખર્ચ એ વ્યવસાય ચલાવવાનો જ એક ભાગ છે. આ ખર્ચને અલગથી વસૂલવાને બદલે તેને મેનુમાં આપેલી વાનગીઓની કિંમતમાં જ સામેલ કરવા જોઈએ.

ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ 2(47) મુજબ અલગથી ચાર્જ લેવો એ ગેરકાયદેસર છે. એડવાઇઝરીમાં જણાવાયું છે કે મેનુમાં દર્શાવેલી કિંમત જ અંતિમ કિંમત હોવી જોઈએ, જેમાં માત્ર લાગુ પડતા સરકારી ટેક્સ જ અલગથી ઉમેરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments