HomeAll"મહાવીર એવોર્ડ માટે નામાંકન પ્રક્રિયા શરૂ – ૩૦ જુલાઈ છેલ્લી તારીખ"

“મહાવીર એવોર્ડ માટે નામાંકન પ્રક્રિયા શરૂ – ૩૦ જુલાઈ છેલ્લી તારીખ”

અહિંસા અને શાકાહાર ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, તબીબ ક્ષેત્રે અને સમાજ સેવા ક્ષેત્રે એમ ૪ કેટેગરીમાં અપાય છે ‘ભગવાન મહાવીર એવોર્ડ’

‘૨૯માં મહાવીર એવોર્ડ’ માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજી આગામી ૩૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે.

સામાન્ય વહિવટ વિભાગ તથા મહેસૂલ વિભાગ, ગાંધીનગર, ગુજરાત સરકાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘ભગવાન મહાવીર એવોર્ડ’ આપવામાં આવનાર છે.

આ એવોર્ડ ૧. અહિંસા અને શાકાહાર ક્ષેત્રે, ૨. શિક્ષણ ક્ષેત્રે, ૩. તબીબ ક્ષેત્રે અને ૪. સમાજ સેવા ક્ષેત્રે એમ ૪ કેટેગરીમાં આપવામાં આવે છે.

જે અંગેની તમામ વિગતો www.bmfawards.org પરથી મેળવી શકાશે. જેથી ૩૦ જુલાઈ  ૨૦૨૫ સુધીમાં nominations.bmfawards@gmail.com પર નોમિનેશન કરવા મોરબ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!