HomeAllમાળીયા પીપળીયા રોડ પર નર્મદા કેનાલ ઉપરના બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર...

માળીયા પીપળીયા રોડ પર નર્મદા કેનાલ ઉપરના બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અંગેનું જાહેરનામુ રદ કરાયું

માળીયા-પીપળીયા-જામનગર સ્ટેટ હાઇવે ઉપર માળીયા થી મોરબી-કચ્છ હાઇવે તરફ રેલવેની ફાટકની પાસે આવેલ બ્રિજ પરના રસ્તા ઉપરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો

મોરબીમાં માળીયા પીપળીયા જામનગર સ્ટેટ હાઇવે પર ૦/૪૦૦ જે માળીયા થી મોરબી કચ્છ હાઇવે તરફ રેલવે ફાટકની પાસે આવેલ છે તે બ્રિજ પર ભારે ટ્રક કે અન્ય ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું કે રદ કરવામાં આવ્યું છે.

વધુમાં માળીયા શાખા નહેર નર્મદા કેનાલના SHRB પુલની સાંકળ ૧૩૬.૭૭૫ કિલોમીટર પર આવેલ સ્ટેટ હાઇવેના ક્રોસિંગ પૂલ કે,જે માળીયા-પીપળીયા-જામનગર સ્ટેટ હાઇવે ઉપર ૦/૪૦૦ સાંકળ કે જે માળીયા થી મોરબી-કચ્છ હાઇવે તરફ રેલવેની ફાટકની પાસે આવેલ બ્રિજ પરના રસ્તા પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ  કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અન્વયે વૈકલ્પિક રસ્તા તરીકે  માળીયા-પીપળીયા-જામનગર સ્ટેટ હાઇવે ઉપર ૦/૪૦૦ સાંકળ કે જે માળીયા થી મોરબી-કચ્છ હાઇવે તરફ રેલવેની ફાટકની પાસે આવેલ બ્રિજ પાસે સરદાર સરોવર નિગમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ ડાયવર્ધન પરથી જ ભારે વાહનોની અવરજવર કરવાની રહેશે.

જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલ માંથી મુક્તિ આપવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!