
લોકો આગામી બજેટમાં મધ્યવર્ગને રાહત, ટેક્સમાં છૂટ તેમજ મહિલાઓ, ખેડૂતો અને ઉદ્યોગકારો માટે ખાસ યોજનાઓ ઈચ્છે છે. સાથે જ તેઓ ઈચ્છે છે કે બજેટની સામાન્ય માણસના જીવન પર સીધી અસર પડે. આ માહિતી મિંટના સર્વેમાં સામે આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરશે.

આ સર્વેમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર, બજેટથી અપેક્ષાઓ, પોપ્યુલિસ્ટ પગલાં, મહિલાઓ અને ખેડૂતો માટે યોજનાઓની જરૂરિયાત જેવા મુદ્દાઓ પર મત લેવાયા હતા. જ્યારે લોકોને તેમની સૌથી મોટી પ્રાથમિકતા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે મધ્યવર્ગ માટે ટેક્સ દરોનો વિકલ્પ સૌથી વધુ લોકપ્રિય રહ્યો અને તેને 23 ટકા મત મળ્યાં હતાં. આ તે સમયે છે, જ્યારે ગયા વર્ષે આવકવેરા સ્લેબમાં રાહત અને ૠજઝ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આશરે 22 ટકા લોકોએ બજેટમાં યુવાનો માટે રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની વાત કરી.

પ્રાથમિકતા ધરાવતાં જૂથો
આશરે 67 ટકા લોકો મહિલાઓ માટે યોજનાઓના પક્ષમાં છે. ખેડૂતો માટે આ સમર્થન 75 ટકાથી વધુ છે. ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ માટે આ માંગ 80 ટકાથી પણ વધારે છે. આ માંગ એવા સમયે સામે આવી છે, જ્યારે આ વર્ગો માટે પહેલેથી જ અનેક સરકારી યોજનાઓ અમલમાં છે.

ટૂંકી અવધિની યોજના હોવી જોઈએ
લોકો બજેટમાં ટૂંકા સમયની યોજનાઓ ઈચ્છે છે. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે બજેટ નીતિઓ બનાવતી વખતે સરકારએ કેટલા સમયગાળાને ધ્યાનમાં લેવો જોઈએ, ત્યારે 58 ટકા લોકોએ કહ્યું કે સરકારે પાંચ વર્ષથી વધુ આગળ વિચારવું જોઈએ નહીં.

આ રીતે કરવામાં આવ્યો સર્વે
આ સર્વે 4 ડિસેમ્બર 2025 થી 26 જાન્યુઆરી 2026 દરમિયાન કરવામાં આવ્યો હતો. તેમાં કુલ 1,674 લોકોએ પ્રતિસાદ આપ્યો હતો. આશરે 72 ટકા લોકો દેશના 15 મોટા ટિયર-1 અને ટિયર-2 શહેરોમાંથી હતા, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, પુણે, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, લખનઉ, જયપુર, સુરત, ચંડીગઢ, કાનપુર અને ઇંદોરનો સમાવેશ થાય છે. તેમાંના 85 ટકાથી વધુ પુરુષ હતા. આશરે 49 ટકા લોકો પગારધારક વર્ગના હતા, 12 ટકા વ્યવસાયિક હતા અને 21 ટકા વિદ્યાર્થીઓ હતા. લગભગ 54 ટકા લોકોની ઉંમર 25થી 50 વર્ષની વચ્ચે હતી.

બજેટનું મહત્વ
10 માંથી છ લોકોએ કહ્યું કે ગયા બજેટની તેમના જીવન પર સીધી અસર પડી છે. બજેટને વધારે વધારાચઢાવીને રજૂ કરવામાં આવે છે કે નહીં, તે પ્રશ્ન પર 45 ટકા લોકોએ કહ્યું કે આવું નથી. જ્યારે 30 ટકા લોકોને લાગ્યું કે બજેટને જરૂરથી વધુ વધારાચઢાવીને રજૂ કરવામાં આવે છે. આશરે 74 ટકા લોકો નવી ટેક્સ વ્યવસ્થામાં કેટલીક છૂટ ઈચ્છે છે.

પોપ્યુલિસ્ટ બજેટની માંગ યથાવત
આશરે 35 ટકા લોકો સંપૂર્ણપણે પોપ્યુલિસ્ટ બજેટના પક્ષમાં છે, જ્યારે 28 ટકા લોકો થોડું ઘણું પોપ્યુલિસ્ટ બજેટ ઈચ્છે છે.













