10 અબજથી વધુના પ્રોજકટ માટે 50 સભ્યોની સુપર ઇન્ટેલીજન્સની ટીમ બનાવી રહ્યા છે માર્ક ઝુકરબર્ગ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ટેકનોલોજીના લેન્ડસ્કેપને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, પરંતુ તે હજી પણ માનવીય સમજણથી નીચું માનવામાં આવે છે. જોકે હવે મેટાના માર્ક ઝુકરબર્ગ એક ડગલું આગળ આર્ટીફિશ્યલ જનરલ ઈન્ટેલિજન્સ (એજીઆઈ) બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

તે માણસો કરતાં વધુ બુદ્ધિશાળી હશે. ઝુકરબર્ગ પોતે માણસો કરતા એજીઆઈને વધુ સારી રીતે સમજવાની ક્ષમતા વિકસાવવા માટે નિષ્ણાતોની ભરતી કરી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, વ્યવસાય, કાયદો, મીડિયા, ટેકનોલોજી અને વહીવટ સહિતનાં દરેક ક્ષેત્રમાં તેનાં ફાયદા ઉપલબ્ધ થશે.

આ છે હેતુ :ખરેખર, મનુષ્યો તેમનાં અનુભવોમાંથી શીખે છે. તેઓ લોકો સાથે વાત કરીને, વસ્તુઓનું નિરીક્ષણ કરીને, પુસ્તકો વાંચીને, ટીવી જોઈને શીખે છે. જ્યારે મનુષ્ય મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે તેમનું મગજ નિર્ણય લેવા માટે એકત્રિત કરેલી માહિતી અને અનુભવોનો ઉપયોગ કરે છે.

મેટા સોફ્ટવેર અથવા કમ્પ્યુટર્સ પણ બનાવી રહી છે જે માનવ મગજ જે કરે છે તે બધું કરી શકે છે. આ સાથે જ ઘણા જાણકારોનું માનવું છે કે આ પ્રકારની AI બનાવવામાં ઘણા દશકાઓ લાગી શકે છે.

ઘણા ક્ષેત્રોમાં ક્રાંતિકારી ફેરફારો થશે
એજીઆઈ શું છે ? :એજીઆઇ એટલે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એક એવી ટેકનોલોજી છે જે વિચારવાની ક્ષમતા ધરાવે છે અને માનવ મગજની સમકક્ષ અથવા તેનાથી પણ વધુ સારા નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે.

ફેરફારો આ પ્રમાણે હશે : એ.જી.આઈ મશીનો મનુષ્ય જેવી લાગણીઓ અને જટિલ સમસ્યાઓને સમજવામાં સમર્થ હશે જટિલ રોગોને ઓળખી અને વધુ સારી સારવાર સૂચવી શકે છે.























