HomeAllમેટા AIનું ‘ઇમેજિન મી’ ફીચર ભારતમાં લોન્ચ, યુઝર્સ પોતાના ફોટોને અલગ સ્ટાઈલમાં...

મેટા AIનું ‘ઇમેજિન મી’ ફીચર ભારતમાં લોન્ચ, યુઝર્સ પોતાના ફોટોને અલગ સ્ટાઈલમાં જનરેટ કરી શકશે

મેટા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમણે ભારતમાં ઇમેજિન મી ફીચર લોન્ચ કર્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આ ફીચર અમેરિકા અને અન્ય કેટલાક દેશોમાં ઉપલબ્ધ છે અને હવે ભારતમાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી ભારતીય યુઝર્સ હવે તેમના પોતાના ફોટોને અલગ-અલગ રીતે જનરેટ કરી શકશે. આ ફીચર મેટા AIની અંદર જોવા મળશે. એટલે કે મેટા કંપનીના દરેક પ્લેટફોર્મ પર આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. આ ફીચરનો ઉપયોગ દરેક યુઝર્સ ફ્રીમાં કરી શકશે.

યુઝર્સ પોતાને ઇચ્છે એ સ્ટાઇલમાં જોઈ શકશે

મેટા દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે ઇમેજિન મી ફીચરને હવે ભારતમાં પણ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર સૌથી પહેલાં 2024ની જુલાઈમાં અમેરિકામાં શરૂ કરવામાં આવ્યું હતું. જોકે તેને લોન્ચ થયાના એક વર્ષ બાદ હવે તેને ભારતમાં રિલીઝ કરવામાં આવી રહ્યું છે.

કેવી રીતે કામ કરે છે આ ફીચર?

ઇમેજિન મી યુઝરના ચહેરાને એનાલાઈઝ કરે છે. ત્યાર બાદ એ ડેટાને યુઝરના કમાન્ડ અનુસાર ઉપયોગ કરે છે. યુઝરે જે ફોટો અથવા તો દૃશ્યને ઇમેજિન કર્યું હોય એ જ રીતે મેટા યુઝરને તેનો ફોટો તૈયાર કરીને આપી દેશે. ઉદાહરણ તરીકે યુઝર પોતાને F1 રેસર જેવો જોવા માગે તો મેટા એ રીતે તેને તૈયાર કરીને દેખાડશે. આથી યુઝર પોતાના ચહેરાને જે-તે કમાન્ડ રૂપના ફોટોમાં જોઈ શકશે.

ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકમાં પણ કરી શકશે ઉપયોગ

આ ફીચરને મેટાની દરેક એપ્લિકેશન એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચર એન્ડ્રોઇડમાં શરૂ થઈ ગયું છે અને બહુ જલદી તેને એપલની ડિવાઇસમાં પણ શરૂ કરવામાં આવશે. એપલમાં ક્યારે થશે એ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ ઇમેજિન મી કમાન્ડ માટે આ ફીચર જલદી રજૂ કરવામાં આવશે એવો મેસેજ આવે છે.

ફીચર માટે આપવી પડશે પરવાનગી

મેટા દ્વારા આ માટે પરવાનગી માગવામાં આવી રહી છે. યુઝરના ફોટોને એનાલાઇઝ કરવા માટે મેટા પાસે યુઝરની પરવાનગી માગવામાં આવી રહી છે. એક વાર આ પરવાનગી આપી દેવામાં આવી ત્યાર બાદ ચેટ ઇન્ટરફેસમાં યુઝરને લઈ જવામાં આવશે. ત્યાર બાદ એમાં ‘Imagine me’ લખી કમાન્ડ આપવાનો રહેશે. આ કમાન્ડ આપ્યા બાદ યુઝર પોતાને કેવી રીતે જોવા માગે છે એ લખવાનું રહેશે. મેટાએ જણાવ્યા અનુસાર ચંદ્રની ઉપર હોય કે પછી ફ્યુચરિસ્ટિક ફેશન કેમ ન હોય દરેક સ્ટાઇલમાં યુઝર પોતાને જોઈ શકશે.

ફીચર માટે આપવી પડશે પરવાનગી

મેટા દ્વારા આ માટે પરવાનગી માગવામાં આવી રહી છે. યુઝરના ફોટોને એનાલાઇઝ કરવા માટે મેટા પાસે યુઝરની પરવાનગી માગવામાં આવી રહી છે. એક વાર આ પરવાનગી આપી દેવામાં આવી ત્યાર બાદ ચેટ ઇન્ટરફેસમાં યુઝરને લઈ જવામાં આવશે. ત્યાર બાદ એમાં ‘Imagine me’ લખી કમાન્ડ આપવાનો રહેશે. આ કમાન્ડ આપ્યા બાદ યુઝર પોતાને કેવી રીતે જોવા માગે છે એ લખવાનું રહેશે. મેટાએ જણાવ્યા અનુસાર ચંદ્રની ઉપર હોય કે પછી ફ્યુચરિસ્ટિક ફેશન કેમ ન હોય દરેક સ્ટાઇલમાં યુઝર પોતાને જોઈ શકશે.

એક જ ચહેરાને કરી શકશે એનાલાઇઝ

મેટા દ્વારા આ ફીચર ફક્ત પોતાના માટે બનાવવામાં આવ્યું હોવાથી મેટા AI ફક્ત એક જ વ્યક્તિનો ફોટો એનાલાઈઝ કરી શકશે. જો યુઝરે સૌથી પહેલાં અન્ય વ્યક્તિનો ફોટો એનાલાઈઝ કરવા માટે આપ્યો તો ત્યાર બાદ એ પોતાનો ફોટો એનાલાઈઝ નહીં કરાવી શકે. આથી જે-તે વ્યક્તિએ પોતાનો જ ફોટો અપલોડ કરવાનો રહેશે જેથી અન્ય કોઈ વ્યક્તિ બીજાનો ફોટો જનરેટ નહીં કરી શકે. આ સાથે જ મેટાએ આ ફોટોને રિયાલિસ્ટિક બનાવવાનું ટાળ્યું છે જેથી AIથી બનાવવામાં આવ્યો હોવાનું ખબર પડી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!