HomeAllમેટા રે-બેન ગ્લાસ લોન્ચ ઇવેન્ટમાં થયો ફિયાસ્કો: જુઓ શું કહ્યું માર્ક ઝકરબર્ગે…

મેટા રે-બેન ગ્લાસ લોન્ચ ઇવેન્ટમાં થયો ફિયાસ્કો: જુઓ શું કહ્યું માર્ક ઝકરબર્ગે…

માર્ક ઝકરબર્ગ દ્વારા મેટા કનેક્ટ 2025 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મેટા રે-બેન ગ્લાસને લોન્ચ કરવામાં આવ્યાં હતાં. આ ગ્લાસમાં મેટા ન્યુરલ બેન્ડ રિસ્ટબેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ લોન્ચ દરમિયાન એક નહીં, પરંતુ ઘણીવાર એરર આવી હતી અને માર્ક ઝકરબર્ગનો ફિયાસ્કો થયો હતો. આ ગ્લાસની કિંમત અંદાજે 800 અમેરિકન ડોલર રાખવામાં આવી છે. એમાં નોટિફિકેશન, ટ્રાન્સલેશન, નેવિગેશન અને વોટ્સએપ વીડિયો કોલ જેવી ઘણી વસ્તુઓ કરી શકાશે. દુનિયાની દરેક વસ્તુને ડિજિટલ દુનિયા સાથે કનેક્ટ કરવાનો એમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે એ કેવી રીતે શક્ય છે એ દેખાડવામાં માર્ક ઝકરબર્ગને ઘણી તકલીફ પડી રહી હતી.

ડેમો દરમિયાન સાચા સ્ટેપ્સ દેખાડવામાં પડી તકલીફ

મેટા દ્વારા આ માટે લાઇવ ડેમો દેખાડવામાં આવ્યો હતો. એમાં સેફ જેક મેનકુસો દ્વારા સેકન્ડ જનરેશન રે-બેન મેટા ગ્લાસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જે AI આસિસ્ટન્ટ દ્વારા રેસિપી બનાવી રહ્યો હતો. જોકે આ સમયે AI દ્વારા હવે આગળ શું કરવું એ માટેના સ્ટેપ્સ ખોટા દેખાડવામાં આવી રહ્યા હતાં. જેક દ્વારા એક સ્ટેપ કર્યો હોવા છતાં ફરી એને કરવા માટે કહેવામાં આવી રહ્યું હતું. આ માટે વ્યક્તિ પૂછી રહ્યો હતો કે રેસિપીને બેઝ બનાવવા માટે સૌથી પહેલાં શું કરવું. જોકે AI કહી રહ્યું હતું કે તમે બેઝ તૈયાર કરી દીધો છે. આ વારંવાર થઈ રહ્યું હતું. આથી માર્ક ઝકરબર્ગે કહ્યું કે Wi-Fi કનેક્શનને કારણે આ થઈ રહ્યું હતું.

વોટ્સએપ કોલનો જવાબ આપવામાં નિષ્ફળતા

માર્ક ઝકરબર્ગ દ્વારા મેટા રે-બેન ગ્લાસની અન્ય વિશેષતા જે વીડિયો કોલ છે એ દેખાડવામાં આવી રહી હતી. મેટાના CTO એન્ડ્રૂ બોઝવર્થનો વીડિયો કોલ સતત માર્ક ઝકરબર્ગના ગ્લાસ પર આવી રહ્યો હતો. જોકે એને ઉઠાવવા માટે માર્ક ઝકરબર્ગ ન્યુરલ બેન્ડ ઇન્ટરફેસનો ઉપયોગ કરી રહ્યો હતો. જોકે એ કોલ ઉઠાવી નહોતો શકાયો આથી એન્ડ્રૂ બોઝવર્થ પોતે સ્ટેજ પર આવી ગયો હતો. માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે આ શું થઈ રહ્યું છે એને પણ ખબર પડી રહી નથી. લાઇવ ડેમોમાં તકલીફ હોવા છતાં દર્શકો દ્વારા તેને સપોર્ટ કરવામાં આવ્યો હતો. માર્ક ઝકરબર્ગે કહ્યું કે નવી ટેક્નોલોજીને જ્યારે રિયલ-વર્લ્ડમાં ટેસ્ટ કરવામાં આવે ત્યારે થોડી તકલીફ પડે છે.

પ્રી-રેકોર્ડેડ વીડિયો કરવામાં આવ્યા રજૂ

લાઇવ ડેમો નિષ્ફળ રહેતાં મેટા દ્વારા પહેલેથી રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોને રજૂ કરવામાં આવ્યાં હતાં. એમાં સર્ફબોર્ડને ડિઝાઇન કરવા માટે અને ઓનલાઇન ઓર્ડર કરવા માટે મેટા રે-બેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!