ફેસબુક પર એકાએક હજારો ગ્રુપ સસ્પેન્ડ

મેટા સામે હાલમાં ભારે તવાઈ આવી છે, કારણ કે ફેસબુક પર દુનિયાભરમાંથી હજારો ગ્રુપ સસ્પેન્ડ થઈ ગયાં છે. યુઝર્સ દ્વારા બનાવાયેલા આ ગ્રુપ અચાનક બંધ થઈ જતાં તેઓ ગેરસમજમાં મુકાયા છે. પેરેન્ટિંગ, પેટ્સ, ગેમિંગ અને ફોટોગ્રાફી જેવા અનેક વિષયોના ગ્રુપ પણ આ અસર હેઠળ આવ્યા છે. આ માટે યુઝર્સને કોઈ પૂર્વ જાણ નથી આપવામાં આવી.

એક નવીન બાબત એ છે કે ઘણાં એવા ગ્રુપ પણ સસ્પેન્ડ કરાયા છે, જેમનો વિવાદાસ્પદ ક્ધટેન્ટ સાથે દુરદુર સુધી સંબંધ નહોતો. દસ લાખ મેમ્બર્સવાળું બર્ડ ફોટોગ્રાફી ગ્રુપ પણ “અશ્લીલ ફોટા” આરોપ હેઠળ બંધ કરાયું છે.

અન્ય કેટલીક ઘટનાઓમાં ટેરરિઝમ અને એડલ્ટ કન્ટેન્ટ હોવાનો જણાવીને ગ્રુપ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કારણે સોશિયલ મીડિયામાં ખાસ કરીને રેડિટ પર લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે અને તેમને અન્ય યુઝર્સ તરફથી સમર્થન પણ મળી રહ્યું છે.

મેટાએ કહ્યું છે કે તેમને આ સમસ્યા વિશે જાણ છે અને તેઓ એને યોગ્ય રીતે સુધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેઓએ મેટાની વેરિફિકેશન સર્વિસ ખરીદી છે તેમને તરત જ સપોર્ટ આપવામાં આવ્યો છે, મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું, અમે આ ટેકનિકલ સમસ્યાની જાણકારી ધરાવીએ છીએ અને આનો ફેસબુક ગ્રુપ્સ પર અસર પડ્યો છે. અમે ઈશ્યુને ઝડપી ઠીક કરવા પ્રયાસશીલ છીએ.

error: Content is protected !!