
નાના શહેરોમાં મહિલા ઉદ્યોગસાહસિકો, યુવા વ્યાવસાયિકો અને ગ્રાહકોને કારણે ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે, એક વર્ષ અગાઉની તુલનામાં નાણાકીય વર્ષ 2025 માં ટ્રાન્ઝેક્શન વોલ્યુમ 35 ટકા વધ્યું છે. તે જ સમયે, સ્ટોર્સમાંથી ઑફલાઇન ખરીદી માટે ડિજિટલ પેમેન્ટ પણ 2025માં વધીને 56 ટકા થઈ ગઈ છે.

તે 2024 માં 48 ટકા હતું. એમેઝોન પે અને કેયર્ની ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલાં એક સ્ટડી રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં ભારત 7 ટ્રિલિયન ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થા બનવાનાં માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે.

’હાઉ અર્બન ઈન્ડિયા પે 2025’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 80 ટકા મહિલાઓ ઓનલાઇન શોપિંગ માટે ડિજિટલ પદ્ધતિઓને પસંદ કરી રહી છે, જ્યારે 80 ટકા મહિલા ઉદ્યોગસાહસિકો હવે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ દ્વારા પોતાનો વ્યવસાય ચલાવી રહી છે. તેમાંથી, 34 ટકા મહિલાઓ UPI પસંદ કરી રહી છે, ત્યારબાદ 20 ટકા કાર્ડ પેમેન્ટ અને 8 ટકા ડિજિટલ વોલેટ યુઝર્સ છે.

રિપોર્ટ અનુસાર, અમીર મહિલાઓ ક્રેડિટ કાર્ડને પ્રાધાન્ય આપી રહી છે જ્યારે મધ્યમ વર્ગની મહિલાઓ યુપીઆઈ અને વોલેટ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરી રહી છે. તે જ સમયે, જનરલ ઝેડ અને મિલેનિયલ્સને ક્રેડિટ કાર્ડ મળી રહ્યાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 65 ટકા યુવા પ્રોફેશનલ્સ તેમની પ્રથમ નોકરી શરૂ કરતાં જ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરે છે. તેઓ મુખ્યત્વે લગ્નના ખર્ચ (32 ટકા), કેશબેક અને પુરસ્કારો (30 ટકા) અને પ્રારંભિક ક્રેડિટ સ્કોર (23 ટકા) માટે લોન લેવા માટે ક્રેડિટ કાર્ડ લે છે.

કેયર્ની ઇન્ડિયાના પાર્ટનર શાશ્વત શર્માએ જણાવ્યું હતું કે, “રિટેલ ડિજિટલ ટ્રાન્ઝેકશન્સ 2030 સુધીમાં 7 ટ્રિલિયન ડોલરને પાર કરવાનાં માર્ગ પર છે. 90 ટકા ઓનલાઈન ખરીદીમાં ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યું છે અને ઑફલાઇન ખર્ચમાં પણ તેને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આર્થિક આત્મનિર્ભરતામાં વધારા સાથે, 57 ટકા મહિલાઓએ તેમનાં પોતાનાં પૈસાનો હિસાબ રાખવાનું શરૂ કર્યું છે. ’

શા માટે ડિજિટલ પેમેન્ટ અપનાવી રહ્યાં છે ? ;-
* ડિજિટલ પેમેન્ટની સ્વીકૃતિ 57 ટકા વધી રહી છે

* 45 ટકા વિશ્વસનીયતા માટે
* 44 ટકા ઝડપી વ્યવહારો માટે

* 41 ટકા : વધુ સારા પુરસ્કારો માટે
* 61 ટકા : ચુકવણીમાં સરળતા માટ













