મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તારીખ ૧૭/૦૬/૨૦૨૫થી ૨૩/૦૬/૨૦૨૫ દરમિયાન આગજણી અવેરનેસ અને ફાયર સેફટી પ્રિવેન્શન માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

આ અવધિ દરમિયાન ૧ હોટલમાં ૨૦ સ્ટાફને, ૧ સ્કૂલમાં ૪૦ વિદ્યાર્થીઓને અને ૧ હોસ્પિટલના ૫ સ્ટાફને ફાયર ટ્રેનિંગ આપવામાં આવી. આગ જેવા અકસ્માત સમયે કેવી રીતે પ્રાથમિક પગલાં લેવા અને ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો તેની માહિતી આપવામાં આવી.

સાથે સાથે ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે મોરબી શહેરની સામાજિક ઇમારતો, કોમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગોનું ફાયર સેફટી સર્ટિફિકેટ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું. જેના અંતર્ગત ફાયર NOC ન ધરાવતી બિલ્ડીંગોને નોટિસ પાઠવવામાં આવી અને જરૂરી સૂચનાઓ તથા ગાઈડલાઈન પણ આપવામાં આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયે મોરબી શહેરની જુદી જુદી ૨ જગ્યા પર આગ લાગવાના બનાવો બન્યા હતા અને ૧ રેસ્ક્યુ બનાવ પણ બન્યો હતો. જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અસરકારક રીતે ઈમરજન્સી સેવા આપી હતી.

ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મોરબી નાગરિકોને આગ અંગે જાગૃત કરવો, આગ લાગ્યા સમયે યોગ્ય પગલાં લેવા પ્રેરણા આપવી અને જનહિતમાં ફાયર શાખાની સેવા ઝડપી રીતે મેળવવાની રીત વિષે માહિતગાર કરવો છે.

કોઈ પણ પ્રકારની આગ કે આપત્તિની પરિસ્થિતિમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનો સંપર્ક ૦૨૮૨૨-૨૩૦૦૫૦ તથા ૧૦૧ પર કરી શકાય છે.























