HomeAllમોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને...

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા વૈશ્વિક તણાવની સીધી અસર હવે ભારતીય જનતાના ખિસ્સા પર પડી રહી છે. મિડલ-ઈસ્ટ સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ભારતીયો માટે આજની સવાર આંચકાજનક રહી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તેલ પુરવઠામાં અવરોધના કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. નવી કિંમતો શુક્રવાર, 15 મે 2026 થી અમલમાં આવી ગઈ છે.

મુખ્ય શહેરોમાં પેટ્રોલના નવા ભાવ:

વિવિધ મેટ્રો શહેરોમાં પ્રતિ લિટર આશરે ₹2.80 થી ₹3.30 સુધીનો વધારો થયો છે:

દિલ્હી: ₹97.77 (₹3 નો વધારો)

કોલકાતા: ₹108.74 (₹3.29 નો વધારો)

મુંબઈ: ₹106.68 (₹3.14 નો વધારો)
ચેન્નાઈ: ₹103.67 (₹2.83 નો વધારો)

ડીઝલના ભાવમાં પણ ઉછાળો

ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે:

દિલ્હી: ₹90.67 પ્રતિ લિટર

કોલકાતા: ₹95.13 પ્રતિ લિટર

મુંબઈ: ₹93.14 પ્રતિ લિટર

ચેન્નાઈ: ₹95.25 પ્રતિ લિટર

લોકોમાં ગભરાટ

છેલ્લા કેટલાક દિવસોથી અફવાઓ ફેલાઈ રહી હતી કે ભાવમાં ₹15 થી ₹20 સુધીનો વધારો થઈ શકે છે. આ ડરને કારણે ગુજરાત, હરિયાણા, દિલ્હી અને બિહાર સહિતના રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં જ ખાનગી વાહનોનો ઓછો ઉપયોગ કરવા અને વર્ક ફ્રોમ હોમ પર ભાર મૂકીને ઇંધણ બચાવવા અપીલ કરી હતી, જે ભાવ વધારાના સંકેત તરીકે જોવામાં આવી રહી હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશનનું નિવેદન

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના ચેરમેન અરવિંદભાઈ ઠક્કરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે યુદ્ધ જેવી વિકટ સ્થિતિમાં પણ મોટું નુકસાન વેઠીને દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સતત જાળવી રાખ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સહિતની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે જ સરકાર દ્વારા આ ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, વર્તમાનમાં કેન્દ્ર સરકારને દૈનિક 2 હજાર કરોડ રૂપિયાનું તોતિંગ નુકસાન થઈ રહ્યું છે. તાજેતરના ભાવ વધારા બાદ પણ સરકારને ડીઝલ પર પ્રતિ લિટર રૂપિયા 37 અને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂપિયા 17નું નુકસાન સહન કરવું પડે છે. જોકે, તેમણે લોકોને આશ્વાસન આપતા સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં ઇંધણનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે, તેથી સામાન્ય જનતાએ સહેજ પણ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments