HomeAllમોરબી સમસ્ત બ્રહ્મસમાજના નવા હોદ્દેદારોની વરણી

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના નવા હોદ્દેદારોની વરણી

પ્રમુખ રાજેન્દ્રભાઇ ભટ્ટ, ઉપપ્રમુખ દીપક મહેતા, મહામંત્રી જયેશ દવે અને નીરજ ભટ્ટની નિમણૂંક

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે શનિવારે સાંજે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને કાર્યકારી પ્રમુખ કિશોરભાઈ પંડ્યાની હાજરીમાં બ્રહ્મ સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું

આ તકે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજની નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે રાજેન્દ્રભાઇ કે. ભટ્ટ (આર.કે. ભટ્ટ)ની વરણી કરવામાં આવેલ છે.

મોરબી સમસ્ત બ્રહ્મસમાજની નવી ટિમ જાહેર કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ પદે રાજેન્દ્રભાઇ કે. ભટ્ટ, મહામંત્રી પદે જયેશભાઈ દવે અને નીરજભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ દીપકભાઈ મહેતા, કિશોરભાઈ પંડ્યા, મીલેશભાઈ જોશી અને રાજુભાઈ જોષી (આશીર્વાદ હોટલ),

સહમંત્રી પદે સુરેશભાઈ જોશી, દીપ પંડ્યા, દીપકભાઈ ચાઉં, કાનાભાઈ ગિરધરભાઈ જોષી અને સુરેશભાઈ ત્રિવેદી, ખજાનચી પદે રાજુભાઈ પંડ્યા, પ્રોજેક્ટ ચેરમેન રવિન્દ્ર ભટ્ટ અને કારોબારી સમિતિમાં ડો. અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, ડો.બીકે લહેરૂ, એડવોકેટ જગદીશ ઓઝા, પ્રશાંતભાઈ મહેતા, મહેશ ભટ્ટ અને અતુલભાઇ જોશીનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!