HomeAllમોરબીમાં કર્મચારીનું બોગસ ખાતું ખોલી કરોડોની હેરાફેરી

મોરબીમાં કર્મચારીનું બોગસ ખાતું ખોલી કરોડોની હેરાફેરી

મોરબીની પેઢીમાં કામ કરતા ઇસમેં નોકરી છોડી દીધી હતી અને ઓફિસમાં રાખેલ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બોગસ બેંક ખાતું ખોલાવી ખાતામાં રૂૂ 1.64 કરોડની રકમ જમા કરી તેમજ 1.93 કરોડની રકમ વિડ્રો કરી નાણાકીય લેવડદેવડ કરી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના મહેન્દ્રનગર ક્રાંતિજ્યોત પાર્ક સી 2 માં રહેતા નિકુંજભાઈ હિમતલાલ જાવિયાએ આરોપી આમીન શાહબુદીન રહેમાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી નિકુંજભાઈ વર્ષ 2023 થી એમટી એન્ટરપ્રાઈઝમાં ક્ધસલ્ટન્ટ તરીકે નોકરી કરે છે વર્ષ 2015 થી 2016 સુધી લાલપર પાસે આવેલ એ.બી.સી. સિરામિક પેઢીમાં નોકરી કરતા હતા જેમાં ઓફિસનું કામ તેમજ ગાડી ભરાવવાનું કામ કરતો હતો અને

એબીસી સીરિકના માલિક આમીન શાહબુદીન રહેમાણી અને અન્ય ભાગીદારો હતો સિરામિક માલિક અમીનભાઈને કોઈ સાથે ઝઘડો થયો હતો જેથી અજાણ્યા માણસોએ તેમની ઓફિસમાં તોડફોડ કરતા ફરિયાદી ત્યાંથી જતો રહ્યો હતો એસીબી સીરિક ઓફિસમાં ફરિયાદીના ડોક્યુમેન્ટની ફાઈલ જેમાં અસલ પાસપોર્ટ અને અસલ પાન કાર્ડ તેમજ રેશન કાર્ડની નકલ અને પાસપોર્ટ સાઈડ ફોટો રાખ્યો હતો.

બાદમાં નોકરી છોડી દીધી અને એકાદ મહિના પછી ગામડે સહકારી મંડળીમાં ખાતું ટ્રાન્સફર કરવા માટે ડોક્યુમેન્ટ જરૂૂરત પડતા જે તે સમયે આમીનભાઈની ઓફિસે રહી ગયા હોવાથી ફોન કરી ડોક્યુમેન્ટ પરત માંગ્ય હતા અને ફરિયાદી મોરબીમાં જ ગ્લેઝ ક્ધસલ્ટન્ટ તરીકે કામ કરવા લાગ્યો બાદમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા વર્ષ 2017-18 નં રીટર્ન ફાઈલ કરવા તા. 26-03-2021 ના નોટીસ આવી હતી

જેથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને મળીને જે વ્યવહારો થયા હતા તે અન્વયે વર્ષ 2017-18 નં રીટર્ન ફાઈલ કર્યું હતું બાદમાં તા. 07-01-2022 ના રોજ ઇન્કમ ટેક્ષ વિભાગ તરફથી નાણાકીય વ્યવહારો બાબતે માહિતી મંગાવવામાં આવી જેથી નાણાકીય વ્યવહારો રજુ કર્યા અને કાયદા વિરુદ્ધ વ્યવહારો કર્યા ના હોવાનું જણાઈ આવેલ અને કાયદેસર ઇન્કમ ટેક્ષ રીટર્ન ફાઈલ કર્યું હતું.બાદમાં 16-03-2022 ના રોજ ઇન્કમટેક્ષ વિભાગ તરફથી શો કોઝ નોટીસ આવી હતી

અને નોટીસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મહેતાજી ધવલ દેત્રોજાને બતાવતા તેઓએ પાસ કરી પાન કાર્ડ નંબર પર ગોપાલ એજ નામની પેઢી ખોલવામાં આવી છે અને પેઢીનું કરંટ એકાઉન્ટ એક્સીસ બેંક ચંદ્રપુર શાખા વાંકાનેરમાં ખોલવામાં આવ્યું હોવાનું જાણ થઇ હતી જે ખાતામાં રૂૂ 1,64,68,340 રૂૂપિયા રોકડા જમા કરવામાં આવ્યા હતા અને રૂૂ 1,93,78,000 રોકડા વિડ્રો કરવામાં આવ્યા હતા ફાયનાન્સીયલ વર્ષ 2017-18 ના ગાળામાં એકાઉન્ટમાંથી કુલ રૂૂ 3,58,46,340 નો વ્યવહાર થયો જે રીટર્નમાં દેખાડ્યું નથી તેવું નોટીસમાં જણાવ્યું હતું.

નોટીસમાં જણાવ્યા મુજબ નાણાકીય વ્યવહારો કર્યા નથી અને ફરીવાર તા. 02-05-2022 ના રોજ ઇન્કમટેક્ષ વિભાગ તરફથી વ્યવહારોની પેનલ્ટી સહીત રકમ રૂૂ 5,87,05,440 નોટીસ આવતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં અરજી કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે એક્સીસ બેંક મેનેજર અને એજન્ટ હાજર હતા પોલીસ સ્ટેશન ખાતે એક્સીસ બેંક ચંદ્રપુર શાખામાં એકાઉન્ટથી ખાતું ખૂલેલ જે ખાતું ખોલાવવા ફોર્મની નકલ દેખાડી હતી જેમાં ફરિયાદીનો ફોટો હતો પરંતુ ફોર્મમાં જે સહી હતી તે ફરિયાદીની ના હતી અને ફોર્મ સાથે પાસપોર્ટની ઝેરોક્ષ હતી અને ત્રાજપર ગ્રામ્ય પંચાયતના સરપંચે આપેલ અમીનભાઈ રહેમાંણીના નામનો આપેલ દાખલો હતો જે દાખલામાં આમીનભાઈમાંણીના નામ પર ચેકચાક કરી ફરિયાદીનું નામ લખ્યું હતું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!