ઓનલાઈન સાયબર ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે ઓનલાઈન ફ્રોડ કરતી ટોળકી કોઈને કોઈ બહાને નાગરિકોને નિશાન બનાવતી હોય છે જેમાં આંધ્રપ્રદેશના વતની અને હાલ મોરબીમાં રહેતા 52 વર્ષીય આધેડને ઓનલાઈન જોબ વર્કની લાલચ આપી ઓનલાઈન રૂૂપિયા 62,93,925નું રોકાણ કરાવી રૂૂપિયા પરત નહિ આપી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

મૂળ આંધ્રપ્રદેશનાવતની અને હાલ મોરબી મહેન્દ્રનગર રહેતા સત્યનારાયણા નાગેશ્વરાપ્રસાદ વિરાભદ્રરાવ કલ્લા (ઉ.વ.52) નામના આધેડે ટેલીગ્રામ યુઝર આઈડી સહીત સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી તા. 04-05-2025 થી તા. 21-05-2025 દરમિયાન

ફરિયાદીને ઓનલાઈન જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્વારા વાતચીત કરી ઘરે બેઠા રૂૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી વિશ્વાસ કેળવી અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ રૂૂ 62,93,925 ઓનલાઈન જોબ વર્ક પેટે રોકાણ કરાવ્યું હતું જે રોકાણ કરેલ રૂૂપિયા આજદિન સુધી પરત નહિ આપી વિશ્વાસઘાત છેતરપીંડી આચરી હતી મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પીઆઈ કે કે દરબાર ચલાવી રહ્યા છે.


























