મોરબી શહેરમાં રજડતા ઢોરની સમસ્યા દરેક વિસ્તારમાં છે ત્યારે મહાપાલિકાની ટિમ દ્વારા રજડતા ઢોરને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે છેલ્લા એક સપ્તાહમાં 129 રજડતા ઢોરને પકડેને ડબ્બે પુરવામાં આવ્યા છે.

મોરબી મહાપાલિકાની ટિમ દ્વારા રજડતા ઢોરને પકડવા માટેની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે અને માલિકીના ઢોર રસ્તે રજડતા પકડાય તો તેના માલિક પાસેથી દંડ પણ લેવામાં આવી રહ્યો છે તેવામાં છેલ્લા એક સપ્તાહમાં મોરબીના જુદાજ્ડૂય વિસ્તારમાંથી કુલ 129 ઢોરને પકડવામાં આવેલ છે.

અને આ ઢોરને રવાપર રોડ, બાપા સીતારામ ચોક, વસંત પ્લોટ, મંગલ ભુવન ચોક, ખાટકીવાસ, બેઠા પુલ, વાંકાનેર દરવાજા, વાવડી રોડ, માધાપર રોડ જેવા વિવિધ વિસ્તારમાંથી પકડીને આજુબાજુની ગૌશાળામાં મૂકવામાં આવ્યા હતા.

આટલું જ નહીં આડેધડ રોડ પાસે ઘાસ વેચાણ કરતાં 11 વેપારી અને 17 પશુ માલિકોને મહાપાલિકા દ્વારા લાયસન્સ પણ ઇશ્યૂ કરવામાં આવેલ છે. તેવી માહિતી અધિકારી દ્વારા આપવામાં આવેલ છે.

























