મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગની સતર્કતા તેમજ ક્ષમતા તપાસવા માટે મોરબીના નાની વાવડી ગામના તળાવ ખાતે તા. ૧૭/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે કમિશનર તથા ડેપ્યુટી કમિશનર મોરબી મહાનગરપાલિકાના હાજરીમાં ફાયર વિભાગ દ્વારા રિપ્રિંગ ડ્રિલનું આયોજન કરવામાં આવેલ.

જેમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલ વ્યક્તિને કેવી રીતે બચાવવો તે અંગેની સફળ સ્વિમિંગ ડ્રિલ કરવામાં આવેલ.

આ સ્વિમિંગ ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી વરસાદોમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી શકાય તેમજ કોઈ પણ ઇમરજન્સી સમયે તાત્કાલિક ધોરણે અમલમાં લેવાયેલા પગલાં દ્વારા નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાનિ કે પછી કોઈ મોટી આપત્તિને ટાળી શકાય અને જાનમાલ બચાવી શકાય.

આવી કોઈ દુર્ઘટના થાય તો આપ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ – ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.

























