HomeAllમોરબી મનપા દ્વારા દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એકને ખોળ-બીજાને ગોળની નીતિ હોવાનો...

મોરબી મનપા દ્વારા દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એકને ખોળ-બીજાને ગોળની નીતિ હોવાનો વિહિપનો ગંભીર આક્ષેપ

ગૌશાળા જ કેમ નડી? શનાળા રોડ, મણી મંદિર પાસેના દબાણોનું શું? કમિશનરે મળવાની પણ ના પાડી દીધી!

મોરબી મનપા દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એક ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ અપનાવે છે તેવો તેવો ગંભીર આક્ષેપ વિહિપ દ્વારા કરવામાં આવેલ છે અને વિહિપના આગેવાનો કમિશનરને આવેદનપત્ર આપવા ગયા હતા. ત્યારે કમિશનરે વિહિપના આગેવાનોને મળવાની ઘસીને ના પાડી દીધી હતી.

વિહિપના આગેવાનો મનપાના કમિશનરને રજુઆત કરવા માટે મહાપાલિકા કચેરીએ ગયા હતા ત્યારે કમિશનરે તેઓને મળવાની ના પાડી દીધી હતી અને ડેપ્યુટી કમિશનરને મળવા માટે કહ્યું હતું જેથી વિહિપના આગેવાનોમાં નારાજગી હતી કેમ કે, મોરબીના લોકોને મળવા માટે ખુદ કમિશનરે સોમવારનો દિવસ નિશ્ચિત કરેલ છે.

તો પણ વિહિપના આગેવાનોને તે મળ્યા ન હતા જેથી રાજ્યનાં મુખ્યમંત્રી અને મોરબીના કલેક્ટર પણ લોકોને સીધા મળીને તેઓની રાજુયાતોને સાંભળે છે તો પછી મનપાના કમિશનરને વિહિપના આગેવાનોને મળવામા અને તેઓની રજૂઆતને સાંભળવામાં વાંધો શું છે તે તપાસનો વિષય છે.

વધુમાં વિહિપના આગેવાન પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં સ્મશાનની બાજુમાં આવેલા વોકળા પર બનેલી યદુનંદન ગૌશાળાનું બાંધકામ અવરોધરૂપ હોય તોડી નાખ્યું હોય તો ગૌશાળાના બાંધકામની સીધી લીટીમાં આવેલા મકાન કેમ પાડવામાં નથી આવ્યા ?,

કાલીકા પ્લોટમાં કે જ્યાંથી શનાળા રોડ અને રવાપર રોડનો પાણીનો નિકાલ છે ત્યાં દબાણો છે તેને કેમ દૂર કરવામાં ન આવ્યા ?, મોરબીમાં આવેલ મણીમંદિરની બાજુમાં જે દબાણ છે તેનો કેસ પણ ચાલુ છે.

તો તેના લાઇટ અને પાણીના જોડાણ બાબતે કેમ કોઈ કાર્યવાહી કરેલ નથી ?, મહાપાલિકાની પોતાની જગ્યા (પવડીનો ડેલો)માં પણ ગેરકાયદેસર દબાણ છે તેને કેમ તોડવામાં આવતું નથી ?

મોરબીમાં હરતા-ફરતા પશુઓના અવેડા તોડી પાડવામાં આવેલ છે જો કે, ગેરકાયદે કતલખાના આજની તારીખે પણ ચાલી રહ્યા છે? જેથી કરીને કાયદા મુજબની એક સમાન કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!